Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગોંડલ જન્માષ્ટમી મહોત્સવમાં ભોજપરા વિસ્તાર બન્યો ગોકુળ, મથુરા, ને દ્વારકા

ગોલ્ડન ગ્રુપ દ્વારા ર કરોડનું વિમા કવચ લેવાયું

ગોંડલ તા ૨૦  : જન્માષ્ટમી મહોત્સવમાં ભોજપરા વિસ્તારનું ગોલ્ડન ગ્રુપ દ્વારા હજારો કાર્યકરો દ્વારા રાત દિવસ મહેનત કરીને સમગ્ર ભોજપરા વિસ્તારને ગોકુળ, મથુરા અને દ્વારકા જેવું વાતાવરણ ઉભુ કરીને રંગે ચંગે ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહયું છે.

ગોલ્ડન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ભોજપરામાં હર્ષલ્લાસથી ભગવાન કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગોલ્ડન ગ્રુપ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ગ્રુપ દ્વારા ર કરોડનું વિમા કવચ પણ લેવામાં આવી રહયું છે. તે આ વર્ષે પણ લેવામાં આવેલ છે. તેમજ આ વર્ષે પણ આયુર્વેદિક  છાશ લોકોને આપવામાં આવશે જે ગત વર્ષ ૨૫ હજાર લોકોને આપવામાં આવેલ હતી તે આ વર્ષે આશરે એક લાખ લોકોનો ટાર્ગેટ કરવામાં આવેલ છે, તે પ્રસાદના રૂપમાં આપવામાં આવશે તેમજ આઇસ્ક્રીમ પ્રસાદ ગત વર્ષે ૨૫ હજાર લોકોને આપવામાં આવેલ તે આ વર્ષે પણ ૨૫ હજાર કપનો ઓર્ડર આપવામાં આવેલ છે. જન્માષ્ટમી તૈયારીમાં સમગ્ર ભોજપરા વિસ્તાર જોડાય જાય છે. તેમાંથી આશરે ૭૦૦ થી ૮૦૦ યુવા સભ્યો જોડાય છે. તેમજ માત્ર ગોલ્ડન ગ્રુપના આશરે ૨૫૦ સભ્યો દિવસ રાત એક કરી છેલ્લા ૧૦ દિવસથી કાર્યરત છે. ભોજપરા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા સમગ્ર ગોંડલ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ગોલ્ડન ગ્રુપમાં જોડાય છે, તેમજ ગોલ્ડન ગ્રુપ આખા વર્ષ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમ તેમજ સેવાનું કાર્યપણ કરે છે. ગોલ્ડન ગ્રુપમાં  દરેક જ્ઞાતિના લોકો કોઇપણ ભેદભાવ વગર વિના સંકોચે કાર્યકર  તરીકે સેવા આપે છે. સમગ્ર ગોંડલ વિસ્તાર તેમજ તાલુકાના વિસ્તારમાં ગોલ્ડનગ્રુપ આાકર્ષણનું કેન્દ્ર બનેલ છે તેમ ગોલ્ડન ગ્રુપના ચેરમેન તેમજ ગોંડલ નગરપાલીકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયાની યાદીમાં જણાવેલ છે.

(11:39 am IST)