Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગોંડલના ગુંદાળા ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ ૭૦ હજાર રોકડા-દાગીના ચોરી ગયા

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલના ગુંદાળા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ૭૦,૦૦૦ની રોકડ તથા દાગીના ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે કુમાર શાળાની પાછળ રહેતા બટુકભાઈ નાનજીભાઈ કોળીનો પરિવાર વાડીએ ખેતી કામ કરવા ગયા હતા તે દરમિયાન બંધ રહેલ મકાનમાં તસ્કરોએ ત્રાટકી કબાટના ખાના ખોલી કપાસ વેચાણના ૫૦,૪૦૦ તથા બચતના ૨૦,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગીના કિં. ૧૪૫૦૦ મળી કુલ ૮૪૯૦૦ની મત્તા ચોરી કરી ગયા હતા. આ અંગે ગૌરીબેન બટુકભાઈ કોળીએ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)