Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગોંડલ પંથકમાં ચાલતા જૂગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ પ શખ્સો પકડાયા

રાજકોટ તા. ર૦ :.. ગોંડલ પંથકમાં પાવન ચેમ્બર વિસ્તારમાં ચાલતા જૂગારના હાટડા પર એલસીબીએ રેઇડ કરી જૂગાર રમતા પ શખ્સોને ર.૬૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

ગોંડલ પંથકમાં પાવન ચેમ્બર વિસ્તારમાં જૂગારનો હાટડો ચાલતો હોવાની બાતમી મળતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. એમ. એન. રાણા તથા પીએસઆઇ એચ. એ. જાડેજા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા પાંચ શખ્સોને રોકડા રૂ. ર,૧૯,૬૦૦ તથા મોબાઇલ  નંગ ૬ મળી કુલ ર.૬૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ પોલીસના હવાલે કર્યા હતાં.

આ કામગીરીમાં એલસીબીના પો. હેઙ કોન્સ. અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી, રવિદેવભાઇ વાજસુરભાઇ બારડ, બ્રિજરાજસિંહ જટુભા જાડેજા, રમેશભાઇ કારાભાઇ બોદર તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, મેહુલભાઇ બારોટ, ડ્રાઇવર પો. કોન્સ. નરેન્દ્રભાઇ દવે તથા ભીખુભાઇ ગોહેલ રોકાયા હતાં.

(11:38 am IST)