Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગોંડલમાં વરલીના આંકડા લેતા જયેશ અને રીયાઝ પકડાયાઃ એલસીબીનો દરોડો

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલમાં ટેલીફોન એક્ષચેન્જ પાસે એલસીબીએ રેડ કરી વરલીના આંકડા લેતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એન. રાણા તથા પીએસઆઈ એચ.એ. જાડેજા ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ટેલીફોન એક્ષચેન્જ પાસે વરલીના આંકડા લખતા જયેશ ગાંડુભાઈ મોવલીયા તથા રીયાઝ રજાકભાઈ શેખાને રોકડા રૂ. ૧૫૦૫૦ તથા ૩ મોબાઈલ મળી કુલ ૨૧૫૫૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સો બસીર શેખા તથા અહેમદ યુનુસ રહે. ગોંડલ પાસે તપાસ કરાવતા હોવાનુ ખુલતા આ બન્નેની શોધખોળ હાથ ધરાઈ છે.

(11:38 am IST)