Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કોડીનારમાં ૧૪ હજારના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

કોડીનાર તા ૨૦  : ગીર સોમનાથ એલ.સી.બી.એ કોડીનાર શહેરમાં એક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડી પાડયો હતો. આ અંગેની વિગત મુજબ ગીર સોમનાથ એલ.સી.બી. ના પો.કો. ઉૈદયસિંહ પ્રતાપસિંહ અને લલીતભાઇ બાવકાભાઇ વગેરે કોડીના પેટ્રોલીંગમાં હતા ત્યારે નવી શેરીમાં રમેશ ઉર્ર્ફે પાડો ભીખાભાઇ વાળા તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની મળેેલી બાતમીના આધારે નવી શેરીના નામચીન બુટલેગર રમેશ પાડાના ઘરે દરોડા પાડી મકાનની તલાશી લેતા રહેણાંકી મકાનમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રોયલ સ્ટેજ વ્હીસ્કિ બોટલ નંગ ૨૩, મેજીક મુમેન્ટ બોટલ નંગ ૧૦, બિયર ટીન નંગ ૧૧૦ મળી કુલ રૂ. ૧૪૩૦૦ ના મુદામાલ સાથે રમેશ ઉર્ફે પાડો ભીખાભાઇ વાળાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:34 am IST)