Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વાંકાનેરમાં ટ્રાફિક નિયમન અંગે ઝુંબેશ આડેધડ પાર્કીગ કરતા ચાલકો દંડાયા

વરડુસર ગામે જુગાર રમતા ૫ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

વાંકાનેર તા.૨૦: વાંકાનેર શહેરમાં ટ્રાફિક અંગેની ઝુંબેશ હાથ ધરાતા મહિલા પીએસઆઇ પી.સી.મોલીયા, ટ્રાફિક જમાદાર વાલજીભાઇ પરમાર તથા તેની ટીમે વાંકાનેર શહેરના નેશનલ હાઇવે,જીનપરા, લીમડા ચોક, ગ્રીનચોક, ચાવડી ચોક, પુલ દરવાજા તથા દાણાપીઠ ચોક વિસ્તારમાં આડેધડ પાર્કિગ તથા ગેરકાયદે ટ્રાફિક કરતા વાહનોને રોકી વાહન ધારકો પાસેથી રૂપીયા ૨૩૦૦૦ જેટલી દંડની રકમનો હાજર દંડ કરેલ. જ્યારે તેર વાહનો ડીટેન કરી વાહન માલિકોને આરટીઓ વિભાગમાં દંડ ભરવા મેમા પાઠવેલા હતા. ટ્રાફિક અંગેની આ કાર્યવાહી યથાવત રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

તેમજ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે જાહેરમાં જુગાર રમતા પરબત ખોળા, ભાવુ પરબતભાઇ મનજી પ્રભુભાઇ, હમીર વાલજીભાઇ તથા હર્ષદ જકસીભાઇને ૧૩૬૭૦ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડી જુગારધારા-૧૨ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

(11:34 am IST)