Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જામજોધપુરમાં દરોડો પાડતા ભાગવા જતા ઘાયલ થવાથી પતાપ્રેમી હોસ્પિટલે પહોંચ્યો !

જામજોધપુર, તા. ર૦ : ચણના  ઓટા પાસે નવા બનતા મકાનમાં શૈલેષ સોમા મકવાણા જુગાર રમાડતો હોય પોલીસને બાતમી મળતા દરોડો પાડી પ્રકાશ ધીરજ પરમાર, લીફીક હુશેન મકરાણી, કેતન વિનોદ પરમાર, વિજયગીરા, સોલંકી  પરેશ કરશનભાઇ બાંભણીયા, અસલમ કાદર, તથા ફેઝલ ઇસ્માઇલ બ્લોચને પકડી પાડેલ છે. જયારે શૈલેષ સોમાભાઇ મકવાણા તથા મનોજ રાજા મકવાણા ફરાર થઇ ગયેલ છે. કુલ ૧૭૦૦૦ રોકડા અને ૧ર૦૦૦ની કિંમતના પ મોબાઇલ સહિત ર૯,૦૦૦ મુદામાલ સાથે પકડેલ છે. આમાંથી મનોજ રાજા મકવાણા ભાગવા જતા શરીરે ઇજા થઇ હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(11:34 am IST)