Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભાવનગર પંથકમાં જુગારના પાંચ જગ્યાએ દરોડા :19 શકુનિઓ ઝડપાયા :1 ,60 લાખનો મુદામાલ જપ્ત

ભાવનગર એલસીબી સહિત તમામ ડીવીઝનો દ્વારા જુગાર અંગે દરોડાની કાર્યવાહી

 

ભાવનગર :શહેર અને જિલ્લામાં જુગાર પર રોક લગાવવા જિલ્લા પોલીસ વડાની સુચનાના પગલે ભાવનગર એલસીબી સહિત તમામ ડીવીઝનો દ્વારા જુગાર અંગે દરોડાની કાર્યવાહી કરાઈ હતી જેમાં પોલીસે અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા પાડીને ૧૯ શખ્સોની અટકાયત કરી .૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

   ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા  બાતમીના આધારે શહેરના રૂવા પંચીસ વારીયા સીતારામનગર સામે ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતાં રમેશ મનસુખભાઈ મકવાણા, ગોવિંદ ભગવાનભાઈ બારૈયા તથા જલ્પાબેન અશોકભાઈ મહેતાને રૂા. ૧પ,૧૭૦ની રોકડ તથા બે મોબાઈલ મળી ૧૮,૬૭૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસમાં ગુન્હો રજીસ્ટ્્રર કરાવ્યો હતો

   જયારે ગારિયાધાર ખાતેના નવાગામમાં રાકેશભાઈ જીણાભાઈ પરમારના મકાન પાછળ પુર્વ બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા બેચરભાઈ શેખાભાઈ ધોળકીયા, રાજુભાઈ શેખાભાઈ ધોળકિયા, છગનભાઈ હીરાભાઈ પરમાર, શંભુભાઈ ભુરાભાઈ ધોળકિયા, રાકેશભાઈ જીણાભાઈ પરમાર તથા રામકુભાઈ મનુભાઈ ધોળકિયા સહિત શખ્સોને રૂા. ૧પ,૧ર૦ની રોકડ રકમ સાથે જુગાર રમતાં ઝડપી લઈ ગારિયાધાર પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટ્રર કરાયો

   ઉપરાંત એલસીબીએ સહકારી હાટ સામે મહેન્દ્ર માર્કેટના ત્રીજા માળે નિખિલભાઈ ધનશ્યામભાઈ સિંધવાણીના કબ્જાવાળી ભાડાની દુકાનમાં જુગાર અંગે દરોડો પાડી નિખિલ ઘનશ્યામ સિંધવાણી, નિરવ નવનીતભાઈ અંધારિયા, યુવરાજસિંહ ભરતસિંહ ગોહિલ તથા મહાવીરસિંહ રણજીતસિંહ ગોહિલને રૂા. પર,૬૯૦ની રોકડ, ચાર મોબાઈલ સહિત કુલ રૂા. ૭ર,૬૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ નિલમબાગ પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટ્રર કરાવેલ.

 વરતેજ જૈન કેમીકલ્સ પાસે વણકરવાસમાં લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા દિપક ધુરાભાઈ પરમાર, જયેશ ડાયાભાઈ મારૂ, અકરમ રજાકભાઈ મુસાણી, રાહુલ દિનેશભાઈ વેગડ તથા અરવિંદ ધનજીભાઈ રાઠોડને રૂા.ર૪,૬૮૦ની રોકડ તથા મોબાઈલ મળી ૪૪,૧૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરાયો હતો

  . આ ઉપરાંત ઘોઘા રોડ પોલસે પુર્વ બાતમીના આધારે સિંધુનગર વિસ્તારમાં સરદારનગર એસબીઆઈ સામે રેલ્વેની ખુલી જગ્યામાં જાહેરમાં જુગાર રમતાં રમુભા ઉડાયસિંહ સિંધા, અશ્વિનસિંહ ભીમસિંહ યાદવ, શંભુભા બટુકસિંહ ગોહિલની રૂા. ૧૦,૧૦૦ની રોકડ સાથે અટકાયત કરી હતી. આમ ભાવનગરમાંથી કુલ ૧૯ ઈસમોને જુગાર અંગે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:32 am IST)
  • ઉત્તર પ્રદેશમાં જંગલરાજઃ પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાથી કરોડો ગરીબો-મધ્યમ વર્ગને કમરતોડ અસર થવાની : માયાવતી : કાયદો-વ્યવસ્થા-બેરોજગારીથી ત્રસ્ત લોકો ઉપર વધુને વધુને વધુ ભારણ નખાતુ જાય છેઃ ઉત્તરપ્રદેશમાં જંગલરાજ પ્રવર્તતું હોવાના બહેન માયાવતીના ચાબખા : ભાજપની ખોટી નીતિઓનું પરીણામઃ ઉ.પ્ર.માં યોગી સરકાર અધિકારીઓની બલી ચઢાવી રહી છે. access_time 1:06 pm IST

  • સરકારે અર્ધ સૈનિક દળની નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરી ;હવે 60 વર્ષે થશે રિટાયર્ડ :ગૃહ મંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઇકોર્ટના જાન્યુઆરીના ચુકાદા બાદ કરાયો :હાઇકોર્ટે કેન્દ્ર સરકીરને કહ્યું હતું કે તમામ રેન્ક માટે એક સેવા નિવૃત્તિ વાય નિર્ધારિત કરો access_time 1:02 am IST

  • એલઓસી પર પાક.ની નાપાક હરકતઃ ફાયરીંગ કરતાં ભારતીય જવાન શહીદઃ ભારતનો વળતો પ્રહાર access_time 3:56 pm IST