Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જમીન મુદે ભુજ કલેકટર કચેરીમાં દલિત પ્રૌઢ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ

 ભુજ, તા.૨૦: કચ્છની કલેકટર કચેરી બહાર ભુજમાં છેલ્લા ૩ મહિનાથી જમીન મુદ્દે આમરણ ઉપવાસ પર બેસેલા એક આધેડે આજે ન્યાય ન મળતા આત્મ વિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ છે કલેકટરની ચેમ્બર બહાર જ વેલજી નારાણ ઝોલા એ ઝેરી દવા ગટગટાવી હતી જો કે નવાઇ વચ્ચે તંત્રના પેટનું પાણી પણ ન હલ્યુ અને સામાજીક આગેવાનો ને આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા હતા. વેલજી ભાઇ આ અગાઉ ૨૬-૨-૨૦૧૮ ના કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. હતા પરંતુ ચાર દિવસ બાદ ખાતરી મળતા પારણા કર્યા હતા જો કે તેમનો પ્રશ્ર્ન ન ઉકેલાતા છેલ્લા ત્રણ માસથી તેઓ જમીન ફાળવણી મુદ્દે ઉપવાસ પર ઉતર્યા હતા અને આજે કલેકટર કચેરી એ રજુઆત બાદ બહાર નિકળતાજ તેઓ એ ઝેરી દવા ગટગટાવી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો જો કે હાલ તેઓની સારવાર ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને એનેક સામાજીક આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા છે તો પોલિસની વિવિધ એજન્સી પણ હોસ્પિટલ તપાસ અર્થે પહોંચી છે ભુજ એ ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૧પ)

 

(4:00 pm IST)