Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જૂનાગઢ ખૂન કેસમાં ફરાર સમીર ઉર્ફે મુન્નો પોરબંદર પાસેથી ઝડપાયો

(ટ્રંકકોલ) પોરબંદર, તા. ૨૦ :. જૂનાગઢ ખૂન કેસ કલમ ૩૦૨નો ફરાર આરોપી સમીર ઉર્ફે મુન્નો કોળીને પોરબંદર નજીક પોલીસે પકડી પાડયો છે. આરોપી મૂળ માધવપુર ઘેડનો રહેવાસી છે અને હાલ જૂનાગઢ રહે છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર બી.કે. ભારાઈ, સ્કવોડના જમાદાર અરવિંદભાઈ સવનિયા, હેડ કોન્સ. જેઠાભાઈ, પોલીસ ઈન્સ. વિપુલ બોરીયાએ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ખૂન કેસના   આરોપીને   પકડી   પાડયો  હતો.(૨.૭)

(3:44 pm IST)