Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સાડી ઉદ્યોગમાં ખળભળાટ

જેતપુર જી.આઇ.ડી.સી.નો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા નોટીસ

ધારાસભ્ય લલીત વસોયા દ્વારા ભાદર નદીમાં પ્રદુષણ બાબતે આંદોલન શરૂ થતા સરકાર દ્વારા પગલા લેવાનું શરૃઃ જયાં સુધી નદીમાં કેમીકલ ઠાલવવાનું બંધ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા કોંગી ધારાસભ્ય મકકમ

 ધોરાજી તા. ર૦ : ભાદરનદીમાં ડાંઇગ અને પ્રીન્ટીંગ ઉદ્યોગ જેતપુર વિસ્તારમાંથી કેમીકલયુકત અને ઝેરીલુ પાણી ભાદર નદીમાં ભેળવાતુ હોવાની ઘટના સાથે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જન આંદોલન અને જળસમાધી જેવા કાર્યક્રમો આપતા આખરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવાની શરૂઆત થઇ ચુકી છે.

પ્રદુષણ મામલે જી.પી.સી.પી.દ્વારા અધીનીયમ ૧૯૭૪ ની કલમ ૩૩ એ હેઠળ સી.ઇ.ટી.પી.એટલે કોમન ઇફવન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જી.આઇ.ડી.સી. વિસ્તારને કલોઝર આપવા હુકમ થતા જેતપુરના સાડી ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જેતપુર પંથકમાં સાડી ઉદ્યોગો વિપુલ પ્રમાણમાં કાર્યરત છે જેમાં ભાટ ગામ પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એશોસીયન હઠળ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કોમન ટ્રીમટેન્ટ  પ્લાન્ટ રહેવા છે જેમાં જીઆઇડીસી વિસ્તારમાં અંદાજે ૬૦ જેટલા ડાંઇગ-પ્રીન્ટીંગના ઔદ્યોગીક એકમો આવેલા છે જેમને કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને કલોઝર અપાયું હતુ઼. ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા અપાયેલ કલોઝર નોટીસ કામમાં નવાગઢ ધારેશ્વર નજીક આવેલા જી.આઇ.ડી.સી. વિસ્તાર એશોસીએશને આપવામાં આવ્યું હતું જેમાં કલમ ૩૩-એ ના ઉલ્લેખ સાથે વિશેષ કારણો દર્શાવાયા હતા જેમાં જી.આઇ.ડી.સી.વિસ્તારના ટ્રીટમેન્ટ પ્લાન્ટ નીયમ મુજબ આવતો ન હોય તેમજ સ્થળ તપાસણી દરમીયાન ગંદાપાણી તેમજ શુધ્ધ કર્યા વીના નિકાલનુ  ગંદુપાણી ઇરીગેશન વિસ્તારમાં જોવા મળ્યું હોય સી.ઇ.ટી.પી.ઓફ ધારેશ્વર જી.આઇ.ડી.સી. દ્વારા ન્સેપ્ટરની શરતોનું પાલન થતું ન હોય તેમજ આ કલોઝર ૧પ દિવસ માટે અપાયું હતું. તેમજ ૧પ દિવસની અસરથી ઉદ્યોગોનો વિજ પુરવઠો કાપી નાખવાનો તાત્કાલીક અસરથી આદેશ કરાયો છે.

દરમિયાન જણાવ્યું હતું કે જેતપુર ડાંઇગ પ્રીન્ટીંગના ઔદ્યોગીક એકમોનું દુષીત પાણી ભાદર નદીમાં ગેરકાયદે વહાવી દેવાય છે અમુક ચોકકસ લોકો દ્વારા આવી પ્રવૃતિ થઇ રહી છે મારૂ આંદોલન જેતપુરના ઉદ્યોગો સામે નથી પરંતુ જે ઉદ્યોગકારો પોતાના સ્વાર્થ માટે પ-૧૦ લાખ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે તેની સામે મારી લડાઇ છે અને એ હુ ચાલુ રાખીશ પ્રદુષણ વિભાગ દ્વારા અપાયેલ કલોઝર ના હુકમો માત્ર એક જ વિસ્તારમાં અપાયા છે હજુ પ્રદુષણ ફેલાવનારા અનેક એકમો સામે કાર્યવાહી થાય તે માટે લડત ચાલુ રહેશે.

(3:37 pm IST)