Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સૌરાષ્ટ્રમાં છુટોછવાયો ચાલુ રહેશે

બંગાળની ખાડીનું લોપ્રેસર વેલમાર્ક લોપ્રેસરમાં પરીવર્તીત થશેઃ ગુજરાતના બોર્ડરના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક ભાગોને ફાયદો થશે

 

રાજકોટ,તા.૨૦: બંગાળની ખાડીનું લોપ્રેસર મજબૂત બની વેલમાર્ક લો પ્રેસરમાં પરીવર્તીત થશે. જે એમ.પી.માં પહોંચશે અને જેની અસરથી ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં તેમ જ સૌરાષ્ટ્રના અમુક ભાગોને ફાયદો થાય તેવી શકયતા હોવાનું (હાલના સંજોગો મુજબ) એક વેધરની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

રાજયના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવી ગયો. માત્ર સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં વરસાદ એકટીવીટી જોવા મળી નથી. હંમેશા સિસ્ટમના દક્ષિણ પશ્ચિમમાં વરસાદ પડતો હોય છે. પણ જુની સિસ્ટમ ગુજરાત નજીક આવીને (જેટ સ્ટ્રીમ પવનને હીસાબે) ઉતર દિશા પકડતા સિસ્ટમની ઉતર પશ્ચિમમાં વરસાદ ડાઈવર્ટ થયો. જે સીસ્ટમના મુળ નિયમથી વિરૂધ્ધ વરસાદ થતા સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં એકટીવીટી ઓછી જોવા મળી. હજુ તા.૨૪ સુધી કોઈ કોઈ દિવસે રાજયના છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા કે હળવો કે કયાક મધ્યમ વરસાદ જોવા મળશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે દિવસ દરમ્યાન હળવા ઝાપટા સતત ચાલુ રહ્યા હતા.

(11:43 am IST)