Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જસદણમાં એસ.ટી.બસે-બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રનું મોત

જસદણઃ જસદણમાં રવિવારે એસ.ટી.બસનાં ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. બાઇકમાં પાછળ બેઠેલી માતાની નજર સામેજ પુત્ર-પૌત્રનું મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. લોહિયા-નગરમાં રહેતા અને મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડાયાભાઇ પોપટભાઇ મકવાણા નિત્યક્રમ મુજબ વહેલી સવારે તેના પુત્ર દિવ્યેશ (ઉ.૬) અને તેમની માતા સવિતાબેન પોપટભાઇ મકવાણાને બાઇક પર લઇ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. ત્યારે ત્રિપલ સવારી બાઇક લોહીયાનગરથી શહેરની જુના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા સામેથી આવતી જસદણ-રાજકોટ રૂટની એસ.ટી.બસે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇક ૪૦ ફુટ જેટલા અંતર સુધી ઢસડાયુ હતું. જેમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.(તસ્વીરઃ હુસામુદીન કપાસી-જસદણ)(૬.૧૧)

 

(11:43 am IST)