Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વાવેતર પર કાચુ સોનુ વરસ્યું: હવે ૧પ દિ' પછી વરસાદની જરૂર

v

રાજકોટ, તા., ર૦: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં મુશળધાર વરસાદ થતા પીવાના પાણીના પ્રશ્ને રાહત થઇ છે અને ખેતીમાં મબલખ ફાયદો થયો છે.પ્રથમ વરસાદ વખતે જયાં વાવણી થઇ ગયેલ અને પાણીની સખત જરૂર હતી તેવા વિસ્તારોમાં વરસાદ પડતા વાવેતર પર જાણે કાચુ સોનુ વરસ્યું છે.

જુલાઇના ત્રીજા અઠવાડીયાના વરસાદ પછી મેઘરાજાએ મોઢું ફેરવી લેતા ખેડુતોમાં ચિંતાના ઘટાટોપ વાદળો ઘેરાયા હતા. ઓગષ્ટ મધ્યે ફરી વરસાદી વાતાવરણ બનતા ખેડુતોને હાશકારો થયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસના વરસાદથી ખેતીના ચિત્રમાં સુધારો થયો છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ, મગફળીનું વાવેતર થાય છે.

અત્યારે ખેતરો પર વરસેલો વરસાદ કાચા સોના સમાન ગણાય છે. હવે પંદરેક દિવસ પછી વરસાદની જરૂર રહે છે તેના પહેલા વરસાદ આવે તો પણ કંઇ નુકશાન નથી. લીલીમાંડવી (ઓળા) જન્માષ્ટમીથી નવરાત્રી વચ્ચે દેખાવા લાગશે. સુકીમાંડવી દિવાળી આસપાસ બજારમાં આવશે.

કપાસ લાંબા ગાળાનો પાક છે તે ઉનાળાના પ્રારંભે બજારમાં આવવાની ધારણા છે. આગામી દિવસોમાં વરસાદ સહિત કુદરતી વાતાવરણ કેવું રહે છે? તેના પર કપાસ, મગફળી, તુવેર, અડદ વગેરે પાકનું ભાવી નક્કી થશે.(૪.૨)

ગુજરાતમાં વાવેતર

પાક    વાવેતર વિસ્તાર

મગફળી ૧૪.૬પ લાખ હેકટર

કપાસ  ર૬.૭૪ લાખ હેકટર

કઠોળ   ૦૪.૦પ લાખ હેકટર

(11:43 am IST)