Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં ભાયાવદર-મોરબીમાં રામધૂન બોલાનારા કાર્યકરોની અટકાયત

ભાયાવદર, તા. ર૭ :  ગઇકાલે અમદાવાદમાં હાર્દિક પટેલ તેમજ અલ્પેશ કથીરીયાના ધરપકડના વિરોધમાં તેમજ હાર્દિક પટેલને તા. રપના ઉપવાસ માટેની મંજુરી આપવામાં આવે તે માટે ભાયાવદરમાં સરકાર પટેલ ચોકમાં ભાયાવદરમાં રાજકોટ જીલ્લા પાસના સહ કન્વીનર નયનભાઇ જીવાણી, નવનીતભાઇ ડેડકીયા, રેખાબેન સીણોજીયા, આશીષાબેન માકડીયા, શીતલબેન બરોચી તેમજ અન્ય પાસના કાર્યકરો દ્વારા રામધૂન બોલવામાં આવેલ ત્યારે પોલીસ આવીને ઉપરોકત કાર્યકરોની ધરપકડ થતા વિરોધ થયેલ.

આ પછી આશરે ૧૦૦૦ જેટલા પાટીદાર સમાજના ભાઇઓ બહેનો દ્વારા રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન જઇને રામધૂન બોલાવીને ભાયાવદર પોલીસ સ્ટેશન આવેદન પત્ર આપેલ હતું. તેમાં ધરપકડ કરેલ ને તુરત જ મુકત કરી અને તા. રપ ના ઉપવાસની મંજુરી આપવા જણાવેલ હતું. પછી ધરપકડ કરેલ ભાયાવદર પાસના કાર્યકરોને મુકત કરેલ હતા. પાસની ટીમ તરફથી હાર્દિક તુમ્હ આગે બઢો, અને જય સરદાર જય પાટીદાર ના નારા લાગેલ હતા.

મોરબી

મોરબી : આજે અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત બાદ પાસ આગેવાનોએ વિવિધ શહેરમાં પ્રદર્શન કર્યા હતા અને ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મોરબી પોલીસે સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વિરોધ કરી રહેલા પાસનાઙ્ગ આગેવાનોને ડિટેઇન કરી પોલીસ મથક લઇ જવાયા હતા

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સહિતના સાથીદારોની અટકાયતના દ્યેરા પ્રત્યાદ્યાત પડી રહયા છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં મોરબીમાં તકેદારીના ભાગરૂપે શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ડીવાયએસપી બન્નો જોશી સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ટિમો તેમજ સ્થાનિક પોલીસની ટિમ તૈનાત કરવામાં આવી હતી.

બપોરના સમયે પાસના આગેવાનો મનોજ કાલરીયા, નિલેશ એરવાડિયા, અલ્પેશ કોઠીયા સહિતના પાસ આગેવાનોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો અને એ ડિવિઝન પોલીસે સાત લોકોને ડિટેઇન કર્યા હતા અને પોલીસ મથક લઇ જવાયા હતા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે પાસ આગેવાનોએ વિરોધ કર્યો હતો અને પોલીસની ટિમ સાત લોકોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.

(11:40 am IST)