Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભાવનગરમાં સોમનાથ રેસીડેન્સીમાં જુગાર રમતા પ ઝડપાયા

ભાવનગર, તા.૨૦: ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ તથા વિશ્રરાજસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમી આધારે એરપોર્ટ રોડ સોમનાથ રેસીડેન્સીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો (૧) પરેશભાઇ પ્રતાપભાઇ વેગડ ઉ.વ.૨૪ રહે. કરચલીયાપરા, વાલ્મીકીવાસ ભાવનગર (૨) સંજયભાઇ દિલીપભાઇ ધરણીયા ઉ.વ.૨૪ રહે. હીલપાર્ક-૧, બ્લોક નંબર ૯ ભાવનગર (૩) કપીલભાઇ દિલીપભાઇ ધરણીયા ઉ.વ. ૨૫ રહે. હીલપાર્ક-૨, ભાવનગર (૪) સંજયભાઇ નાનજીભાઇ નૈયા ઉ.વ. ૩૦ રહે.કૈલાશધામ બ્લોક નંબર ૧૩૭ સિદસરરોડ ભાવનગર(૫) ભાવેશભાઇ ખોડાભાઇ દાઠીયા ઉ.વ.૨૬ રહે. વાલ્કેટગેટ પાસે કરચલીયા પરા ભાવનગર

વાળાઓને રોકડ રૂપિયા ૧૧૨૦૦/- તથા મોબાઇલ ફોન-૪ ગંજીપાના મળી કુલ રૂપિયા ૨૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી દ્યોદ્યારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા રાજદીપસિંહ ગોહિલ વિશ્રજીતસિંહ ઝાલા તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ તથા મુકેશભાઇ સજાભાઇ જોડાયા હતા.(

(11:38 am IST)