Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ઓખા કોસ્ટગાર્ડની શીપ દ્વારા ઝડપાયેલા શખ્સો પાકિસ્તાની માછીમાર

 : ઓખા આઇ.એમ.બી.એલ. ભારતીય જળ સીમામાં પાકિસ્તાની બોટ અને નવ ખલાસી સાથે ઓખા કોસ્ટગાર્ડની મીરાબહેન પેટ્રોલીંગ શીપ એ પકડી પાડી હતી. રવિવારે સાંજે આ બોટને ઓખા બંદરે કોસગાર્ડ કનકાઇ જેટીએ લાવવામાં આવતા તમામ એજન્સીઓએ પુચ્છતાછ હાથ ધરી હતી.

ઓખા કોસ્ટગાર્ડની મીરાબહેન શીપ શનિવારે તેના રૂટીન મુજબ દરિયામાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે આઇ.એમ.બી.એલ. ભારતીય જળ સીમા નજીક એક બોટ શંકાસ્પદ હાલતમાં નજરે ચડી હતી. ત્યારે કોસગાર્ડ એ ત્યાં જઇ તપાસ કરતા એક પાકિસ્તાની બોટ 'અલ આઇશા' નામની જેમાં નવ ખલાસી મોહમ્મદ ઇશાક, આમીર હુસેન, નુર હુશેન, અબ્દુલ્લાહ, નુર નલબ, કમલ હુસેન, મુહમ્મદ શરીફ, અઝીમુદ્દીન તથા એક સગીર ખલાસી સહિત નવ ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડી પાડી હતી. ઓખા બંદરે લાવવામાં આવી હતી. કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, એ.સો.જી. પોલીસ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા નવ ખલાસીની પુચ્છપરછ તથા બોટની સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.  અહીં બોટમાંથી માચ્છલીનો જથ્થો, માચ્છીમારી યોજારો તથા ડીઝલ જેવી મામુલી વસ્તુઓ મળી આવી હતી. તેથી આ બોટ માચ્છીમારી હોવાનું માલુમ પડયું હતું. પુચ્છપરછ દરમ્યાન ખલાસીઓએ જણાવ્યું હતું કે તેઓ દરિયામાં માચ્છીમારી કરતા હતાં ત્યારે બોટનું એન્જીન ખરાબ થઇ જતા ભારતીય જળ સીમામાં પહોંચ્યા હતા. તમામ તપાસ પૂરી થયા બાદ નવ ખલાસીઓ અને બોટને ઓખા મરીન પોલીસને સોંપી દેવાય હતી.

(11:36 am IST)