Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગુરૂવારે નરેન્દ્રભાઇ મોદી જુનાગઢમાં: લોખંડી બંદોબસ્ત

આઇજી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં ૬ એસપી, ૧પ ડીવાયએસપી, રપ પીઆઇ, ૧૦૦ પીએસઆઇ અને ૧પ૦૦ જવાનો બંદોબસ્ત જાળવશે

જુનાગઢ તા. ર૦ : તા.ર૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુનાગઢ આવી રહ્યા હોય તેમના પ્રવાસની  સફળતા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ ધમધમાટ શરૂ કરાયો છે. જુનાગઢમાં વડાપ્રધાનની સુરક્ષા મટે લોખંડી ગોંઠવણ હાથ ધરવામાં આવી છે.

આગામી ર૩ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જુનાગઢ પધારી રહ્યા છે તેઓ અહિ સિવીલ હોસ્પીટલના નુતન બિલ્ડીંગ, કૃષિ યુનિ.વેટરનરી કોલેજના નવા ભવનો અને મનપા હસ્તકના વિકાસ કામોનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાનના જુનાગઢ પ્રવાસને લઇ કલેકટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં ર૧ જેટલી સમિતીની રચના કરવામાં આવી છે.

આજે સવારે શહેરમાં બીલખા રોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતેના હેલિપેડ પર વહીવટી-પોલીસ તંત્રની મીટીંગ મળી હતી જેમાં વડાપ્રધાનની જુનાગઢ મુલાકાત સંબંધી તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી જેડ પ્લેસ સુરક્ષા ધરાવતા હોય જુનાગઢમાં વડાપ્રધાનની જડબેસલાક સલામતી જળવાય રહે તે માટે આઇ.જી.સુભાષ ત્રિવેદીએ કમર કસી છે.

શ્રી મોદીની સુરક્ષા માટે આઇ.જી. ત્રિવેદીની દેખરેખ નીચે જુનાગઢ એસપી સૌરભસિંઘ, પોરબંદર એસપી પાર્થરાજસિંહ ગોહિલ, ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠી સહિત છ, એસપી તથા ૧પ ડીવાયએસપી અને રપ પીઆઇ. તેમજ ૧૦૦ પીએસઆઇ. ખડેપગે રહેશે.

ઉપરાંત એસઆરપી સહિત ૧પ૦૦ પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત કરાયા છે તેમજ સ્વીફટ ડોગ એફએસએલ,બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ વગેરે પણ બંદોબસ્ત રાખશે.(૬.૧૦)

(11:34 am IST)