Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કચ્છનાં મુંદરામાં જૂની અદાવતમાં જૂથ અથડામણ

ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ સામસામી ફરીયાદ

 ભુજ, તા.૨૦: મુંદરા માં ગઈકાલે રવિવારે સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતને પગલે ઘર્ષણ સર્જાયું હતું. એક તબક્કે સમગ્ર મુંદરા માં તરેહ તરેહ ની અફવાઓ નું બજાર ગરમ બન્યું હતું. પરંતુ મુંદરા પોલીસે બાજી સંભાળી લીધી હતી. ગઢવી અને મુસ્લિમ સમાજના યુવાનો વચ્ચે ત્રણેક મહીના પહેલાં સર્જાયેલા મનદુઃખ અને મારામારી ના જુના બનાવ ને પગલે ગઈકાલે ફરી એકવાર ડખો સર્જાયો હતો. જેમાં બન્ને જૂથના લોકો સામસામે ઘાતક હથિયારો સાથે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જોકે, આ ટક્કર ને પગલે બન્ને સમાજ ના લોકો એકઠા થાય અને આ અથડામણ વધુ ગંભીર બને તે પહેલાંજ જાગૃતિ દર્શાવીને મુંદરા પોલીસે કુનેહપૂર્વક મામલો સુલઝાવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બબાલ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં મારામરીમાં બન્ને પક્ષે ઇજાઓ થઈ હોવાનું જણાવાયું છે. પોલીસે કમલેશ દેવરાજ ગઢવીની ફરિયાદ લિંર સુલતાન ઝકરીયા સુમરા, સાજીફ ઝકરીયા સુમરા, લોલી ખોજાના ભાઈ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ઘ ફરિયાદ નોંધી છે. જયારે સામે પક્ષે કમલેશ ગઢવી, ગોપાલ ગઢવી, માણશી ગઢવી,ઙ્ગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ઘ ફરિયાદ નોંધી છે. પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મુંદરા પી આઈ એમ. એન. ચૌહાણ અને પોલીસ ટીમ રાત થી જ ખડેપગે છે.(૨૩.૭)

(11:33 am IST)