Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભુજમાં ૪૦ ફુટ ઉંડા કુવામા ખાબકેલા યુવકને ૩૦ કલાકે જીવતો બહાર કઢાયો

 ભુજ તા. ર૦ : ભુજના સથવારાવાસમાં રહેતો જયંતિ વેલજી સથવારા નામનો યુવાન ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલ અવાવરૂ કુવામાં પડી ગયો હતો. જો કે, દોઢ દિવસ સુધી જેન્તી ઘેર પાછો ન ફરતા ઘરવાળાઓએ જેન્તી ગુમ થયો હોવાનું માનીને તેની શોધખોળ આદરી હતી.

દરમ્યાન અવાવરૂ કુવામાં જેન્તી પડી ગયો હોવાનું ધ્યાને આવતા તેને કાઢવા માટે ભુજ નગરપાલિકાના ફાયરફાઇટરની મદદ લેવાઇ હતી. ફાયર સ્ટાફે ૩૦ કલાકથી કુવામાં કણસતા જેન્તીને માત્ર ૩૦ જ મિનીટમાં બહાર કાઢયો હતો. સદનસીબે અવાવરૂ ગંદકીવાળા કુવામાં પણ જેન્તી જીવિત રહ્યો હતો. રાજાપાઠમાં તે કુવામાં ખાબકયો હોવાનું તેના પડોશીઓએ જણાવ્યું હતું.(૬.૭)

(11:33 am IST)