Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગારીયાધારમાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોઃ ૧ શખ્સ ઝડપાયોઃ ૨ ફરાર

ગારીયાધાર તા.૨૦: શહેરના પાલીતાણા રોડ પર ઇન્ડીયન ગેસના ગોડાઉન નજીક બંધ મકાનમાંથી ૪૮ પેટી ઇંગ્લીશ દારૂ અને ૧૬૪ નંગ બીયરના ટીન સાથે એક આરોપીને એલસીબી દ્વારા ઝડપી પાડતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

શહેરના પાલીતાણા રોડ ખાતે ઇન્ડીયન ગેસના ગોડાઉન નજીક બાબુભાઇ મીયાણીના બંધ મકાનમાં ઇગ્લીંશ દારૂનો જથ્થો હોવાની ખાનગી બાતમીના આધારે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂ નંગ-૫૭૬ બીયર ટીન નંગ ૧૬૪ અને ડીલકટ મો.સા.વાહન મળી કુલ ૨,૦૯,૨૦૦નો દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં એલસીબીના પીસી- તરૂણભાઇ કુબેરભાઇ નાંધવા ફરીયાદી વતી ઘટના સ્થળે ઝડપી પાડેલ આરોપી અમજદખા સતારખા પઠાણ અને ફરાર આરોપી મુકેશ જીણા મકવાણા તથા વિનુ જીણા મકવાણા સામે કલમ ૬૫ એ,ઇ, ૧૧૬(બી),૧૧ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ એલસીબી પીએસઆઇ એન.જી.જાડેજા ચલાવી રહ્યા હતા.

(11:32 am IST)