Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જૂનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

જૂનાગઢ : શ્યામ મહિલા મંડળ દ્વારા ૭૨ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શ્રી શ્યામ વિદ્યાલય ખાતે શ્રી ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલના હસ્તે ધ્વજ વંદન કરી કરવામાં આવેલ હતુ. આ રાષ્ટ્રીય પર્વ નિમિતે શ્યામ વિદ્યાલયની બાળાઓ દ્વારા દેશભકિત ગીત, એકપાત્રીય અભિનય, નૃત્ય ગીત, માનનીય વકતવ્ય વગેરે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ. પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ, શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મીનાબેન ગોહેલ, ડો.કાનાબાર, કિશોરભાઇ ચોટલીયા, શ્રી ભાલીયા, સોનલબેન જોશી, મૌલિક પરમાર, ચંદ્રીકાબેન ચાવડા વગેરે પ્રસંગોચિત દ્વારા શહિદોને યાદ કરેલ. પર્વમાં અગ્રણી દિનેશભાઇ કાચા, વજુભાઇ કાચા, એન.કે.ટાંક, પૂર્વ મામલતદાર, ચૌહાણ સાહેબ તથા શ્રી પરમાર, નિશાંતભાઇ ચૌહાણ, મનોજભાઇ વરૂ, પૂર્વ ફોજી કાંતિભાઇ ટાંક તેમજ શ્યામ મહિલા મંડળના ભાનુબેન ટાંક, છાયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, હર્ષાબેન કાચા, કંચનબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન અંકિતાબેન જોશી તેમજ આભારવિધિ ગોરધનભાઇ ટાંક દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી શ્યામ વિદ્યાલયના જીતુભાઇ ટાંક તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(10:54 am IST)