Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જામનગરના મોટી ખાવડી પાસે ૧૮૦૦ લીટર ડિઝલનો જથ્થો જપ્ત

અનઅધિકૃત વેચાણ સામે કાર્યવાહી : ટેન્કર સહિત રૂ. ૧૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.એસ. નિનામા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ, શ્રી આર.બી.ગોજીયા, શ્રી બી.એમ.દેવમુરારી, નાઓને ભેળસેળ કરેલ પેટ્રોલ - ડીઝલનુ અનઅધિકૃત વેચાણ તથા ડીઝલ જેવા પ્રવાહી બળતણનુ વેચાણ કરનારને અટકાવવા અને કાયદેસર કાર્યવાહી માટે કાર્યરત હતા.

દરમિયાન એલ.સી.બી. સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે મોટી ખાવડી ગામે કુંડલીયા પેટ્રોલ પંપની બાજુમા આવેલ 'અગ્રવાલ રોડ લાઇન્સ પ્રા.લી'ના વંડામાંથી સાગરભાઇ શ્રવણભાઇ રાજપુત રહે.હાલ જામનગર મુળ-ઉતરાચંલ રાજયનાઓ કબ્જામાંથી સરકારશ્રીની કે પેટ્રોલિયમ મંત્રાલયની મંજુરી કે પરવાનગી વિના ડીઝલ જેવા પ્રવાહી બળતણનો સંગ્રહ રાખી, વેચાણ કરતા હોવાથી રેઇડ દરમ્યાન સદર જગ્યામાથી (૧) ડીઝલ જેવા પ્રવાહી બળતણ લીટર-૧૮૦૦ કિ.રૂ. ૯૯,૦૦૦ (ર) ટેન્કર ટ્રક નંબર જી.જે.૧૨ ડબલ્યુ ૯૫૯૨ કિ.રૂ. ૧૧,૦૦,૦૦૦ (૩) નોઝલ મશીન કિ.રૂ.૫૦,૦૦૦ મળી કુલ-૧ર,૪૯,૦૦૦ના મુદામાલ પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ. નિનામાની સુચનાથી પો.સ.ઇ.  કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા,  બી.એમ. દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(2:15 pm IST)