Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વેરાવળમાં ઘરફોડીઃ ૭ થી ૧૦ લાખની ચોરી

યુનિયન બેંકના મેનેજર વતન ગયેલા ત્યારે તસ્કરો ફાવી ગયા

વેરાવળ, તા.૨૦: ભીડીયા યુનિયન બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતા ગંગાનગર વિસ્તારમાં વૃજ ટેર્નામેન્ટ માં રહેતા જયેન્દ્રકુમાર ઝા ૧૮ દિવસ પહેલા વતનમાં ગયેલ હતા જે પરત ફરતા જે ઘરમાં પ્રવેશ કરેલ હતો ત્યારે મુખ્ય દરવાજાના તાળા તુટી ગયેલ હતા તેમજ અંદર રૂમોમાં કબાટો વેરવિખેર હતા તપાસ કરતા સોનું ર૦૦ ગ્રામ, ચાંદી ૧૦૦ ગ્રામ રોકડા રૂ.૩૦,૦૦૦ કુલ રૂ.૭ થી ૧૦ લાખ રૂપીયાની ઘરફોડ ચોરી થયેલ હોય આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ તેમજ તેમની બ્રાંન્ચોએ તપાસ શરૂ કરેલ છે પી.આઈ ડી.ડી.પરમારે જણાવેલ હતું ઘરફોડ ચોરીની ખુબજ ગંભીર ઘટના છે તપાસ ચાલી રહી છે અને અનેકના નિવેદનો લેવાય રહેલ છે ૧૮ દિવસ થી ઘર બંધ હતું.  આજુ બાજુ પણ કોઈ રહેતું ન હોય તેથી આ બનાવ બનેલ હોય તેમજ આટલા દિવસો મકાન બંધ હોય જેથી કોઈ જાણભેદુ એ આટલી મોટી ચોરી કરી હોય તમામ પોલીસ એજન્સીઓ તસ્કરોને સગડ મેળવવા માટે કાર્યરત થયેલ છે.

ડારી ટોલનાકે ૧૬ હજાર લીટર બાયો ડીઝલ ઝડપાયું

વેરાવળ એ.એસ.પી ઓમપ્રકાશે ઝાટે બાતમીના આધારે ડારી ટોલનાકે દરોડો પાડી બાયો ડીઝલ ૧૬ હજાર લીટર ઝડપી લીધેલ હતું તેથી મામલતદાર સહીત નો સ્ટાફ ધટના સ્થળે પહોચેલ હતો પણ પોલીસે તેની કાર્યવાહી કરવાની બાકી હોય તેથી હાલ ૧૬ હજાર લીટર બાયો ડીઝલ સીઝ કરેલ છે. એએસપી એ જણાવેલ હતું કે નમુના એફએસએલ માં મોકલાવેલ છે રીપોર્ટ આવી ગયા બાદ ફરીયાદ દાખલ થશે હાલ એસઓજી તથા એલસીબી તપાસ કરી રહેલ છે.

(2:09 pm IST)