Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જામનગર સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં એડમિશન મુદ્દે એબીવીપી દ્વારા ઉગ્ર રજુઆત

જામનગર : જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેન્ટર ઝેવિયર્સ સ્કુલમાં તેના જ સ્કુલના ધો. ૧૦ ના વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી બીજી સ્કુલના વિદ્યાર્થીઓને મેરીટ મુજબ એડમિશન આપવાની ઘટનાને લઇને વિરોધ વ્યકત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ સંસ્થાના પ્રિન્સીપાલ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં થોડીવાર માટે ઉગ્ર વાતાવરણ સર્જાયુ હતુ અને ચકમક ઝરી હતી (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:53 pm IST)