Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સાવરકુંડલા - સુરત એસ.ટી. બસ સુવિધાનો પ્રારંભ થતા મુસાફરોમાં ખુશી

(દિપક પાંધી -ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૦ : સાવરકુંડલા ડેપોમાંથી ૧૯૭રમાં સાવરકુંડલા નવસારી વાયા : વંડા, ગારીયાધાર આખા ગુજરાતમાં લાંબામાં લાંબો રૂટ એસ.ટી. શરૂ કર્યો હતો. તેમજ સાવરકુંડલા જેસર પાલીતાણા સુરત ૧,.૩૦ની એસ.ટી. સેવા પણ શરૂ કરવામાં આવી હતી. આ બંન્ને સેવાઓ લાંબા સમય સુધી સારા ટ્રાફિક સાથે શરૂ રહી હતી. સમયાંતરે આ બંન્ને રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ રૂટ ઉપર સવારની એસ.ટી. સેવા શરૂ કરવા વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુને ભાજપના વરિષ્ઠ કાર્યકર  મનજીભાઇ તળાવીયા તા.પ. સાવરકુંડલાના પુર્વ પ્રમુખ રાઘવભાઇ સાવલીયા, પીઠવડી ગામના વતની અને અમદાવાદ વસવાટ કરતા રતીભાઇ સાવલીયાએ રજુઆત કરતા શ્રી ફળદુએ તેમની માંગણીનો સ્વીકાર કર્યો. આ રૂટ ત્રણ મહિના પહેલા મંજુર થયો હતો. કોરોનાને કારણે આ રૂટ શરૂ થયો ન હતો. એસ.ટી. અન્ય રૂટો શરૂ થતા તેની સાથો સાથ તા.૧૯-૭-ર૦ર૧થી સાવરકુંડલા સુરત વાયા : વંડા, ગારીયાધાર, પાલીતાણા બસ ઉપડવાનો સમય સવારે ૭ કલાકે અને સુરતથી સાવરકુંડલા આવવા માટે બસ ઉપડવાનો સમય સવારે ૭ કલાકે સાવરકુંડલા એસ.ટી. ડેપો તરફથી આ રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આ રૂટ શરૂ કરવા માટે વિભાગીય નિયામકશ્રી જાડેજા ડી.ટી.ઓ.શ્રી નથવાણીએ સહયોગ આપી આ રૂટ લોકમાંગણીથી શરૂ કર્યો છે.

(12:53 pm IST)