Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

માણાવદરનાં પીપલાણા ગામે ઓઝત નદીમાં ગેરકાયદે ખનીજ ખનન : ૬ શખ્સો સામે ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦: માણાવદરના પીપલાણા ગામે ઓઝત નદીમાં ગેરકાયદે ખનીજ ખનન કરી ૬ શખ્સોએ રૂ. ૧૬.૪ર લાખની સરકારી મિલ્કતની ચોરી કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાનાં માણાવદર તાલુકાનાં પીપલાણા ગામ પાસેથી પસાર થતી ઓઝાત નદીમાં ગેરકાયદે રેતી અને માટીનું ખોદકામ કરી અને પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાનુ઼ માલુમ પડયું હતું.

ગત તા. ૧પ જુનની આ પ્રવૃત્તિ સબબ ગઇકાલે રાત્રે રોયલ્ટી ઇન્સ્પેકટર હિરેન પી. સંડેરાએ વંથલીના આખા ગામનાં નગાભાઇ પાલાભાઇ કોડીયાતર, અલ્ફાજ ગુલમહમદ જુણેજા, પાલા હીરાભાઇ કોડીયાતર અને હમીર વાલાભાઇ જીલડીયા તેમજ જુનાગઢનાં દેવાયત મેરામણભાઇ ડાંગર સામે રૂ. ૧૬,૪ર,રર૪ ની કિંમતની સરકારી મિલ્કતની ચોરી કર્યાની ફરીયાદ કરતા માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. એસ. એન. સગારકા ચલાવી રહ્યા છે.

(12:51 pm IST)