Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જુનાગઢ કોર્પોરેશન દ્વારા રૂ. ૧૦.૬૫ કરોડના વિકાસકાર્યો મંજૂર

જનરલ બોર્ડમાં નવનિયુકત કમિશ્નર આર.એમ. તન્નાનું સ્વાગત : પૂર્વ મંત્રી-પૂર્વ કોર્પોરેટર સહિતનાને શ્રધ્ધાંજલી અર્પણ

(વિનો જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૦ : મહાનગરપાલિકા હારા સાધારણ સભા  મળી હતી. અધ્યક્ષ ધીરૂભાઈ ગોહેલ દ્વારા સર્વે કૉર્પોરેટર  તથા પત્રકારોેનું સ્વાગત કરવામાં આવેલ. માન,કમિશનર રાજેશ એમ. તન્ના, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા , સ્થાયી સમિતિ ચેરમેનશ્રી રાકેશભાઈ ધુલેશીયા , શાસકપક્ષના નેતાશ્રી નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તથા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, શશીકાન્તમાઈ ભીમાણી, આધ્યાશકિતબેન મજમુદાર, કોર્પોરેટરો તથા વિરોધપક્ષના નેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 રાજય સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને શહેર વિસ્તારની આંગણવાડીઓની જવાબદારી સુપ્રત કરવામાં આવેલ હોય, આઈ.સી.ડી.એસ. વિભાગની આ કામગીરી સુચારૂરૂપે નિરંતર ચાલે તે માટે આ વિભાગના અંદાજપત્રને મંજુરી આપવાની દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરી જનરલ બોર્ડ દ્વારા સવાંનમતે બહાલ રાખવામાં આવેલ છે હવે પછી ૧૭૯ આંગણવાડીનું સંચાલન મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા કરવામાં આવશે.

હાઉસટેકસ ભરપાઈ કરવા ઈચ્છુક ટેકસપેયર્સ માટે આંશિક લોકડાઉનને કારણે થયેલ વિલંબને લક્ષ્યમાં લઈ તા.૩૧/૦૮/૨૦૨૧ એટલે કે આગામી બે માસ સુધી ટેકસ ભરપાઈ કરવા માટે મુદ્દત વધારો કરી સ્થાયી સમિતિ હારા આજરોજ લેવાયેલ નિર્ણય અન્વયે ઓનલાઈન ટેકસ ભરપાઈ કરનારને વધુ ૨% મળી ૧૨% વળતર જયારે ઓફલાઈન ટેકસ ભરપાઈ કરનારને ૧૦% વળતર આપવામાં આવશે તેવો નિણંય કરવામાં આવેલ છે. જે સ્થાયી સમિતિના ઠરાવને જનરલ બોર્ડ હારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ છે.

 મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા દેવજીભાઈ વાઘેલાના અકાળ અવસાનને કારણે તેમના સુપુત્ર પ્રવિણભાઈ દેવજીભાઈ વાઘેલાને પ વર્ષ માટે કરાર આધારીત આશ્રિત વારસદારને નિમણુંક આપવાના સ્થાયી સમિતિના ઠરાવને સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ છે.

 જુનાગઢ પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ કોર્પોરેટર  સ્વગીય ભાવનાબેન ચીખલીયાની પ્રતિમાને ભવનાથ વિસ્તારમાં રોપ-વે તરફ જતા રસ્તા ઉપર મુકવા અંગે સ્થાયી સમિતિ દ્વારા થયેલ ઠરાવ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાનુની અભિપ્રાય લઈ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ર્સવાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે.

 મહાનગરપાલિકા જુનાગઢ તમામ વાહનોમાં જી.પી.એસ. સીસ્ટમ લગાડવા બાબતે સભ્ય મંજુલાબેન પરસાણાની દરખાસ્તને બહુમતીથી ના મંજુર કરવામાં આવેલ છે. સ્ટ્રીટલાઈટ શાખા દ્વારા ઈ-સ્માર્ટ, ઈ.ઈ.એચ.એલ, બંન્ને કંપનીના ફોલ્ટ બાબતે અનેક ફરીયાદો આવે છે. જેથી કોન્ટ્રકટર પાસેથી પેનલ્ટી વસુલી લેવા કાયદેસરની કાર્યવાહી કરવા તથા લાઈટના પોલ ઉપર નંબર આપવા અગાઉ જનરલ બોર્ડમાં નિર્ણય થયેલ પરંતુ તે બાબતે આજદીન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી આ તમામ બાબતે ની સભ્યશ્રી લલીતભાઈ પરસાણાએ દરખાસ્ત બાબતે કંપની પાસેથી પેનલ્ટી વસુલી લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત ઠરાવ થયેલ છે.

(12:50 pm IST)