Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

૮૦ કીલો કોપર વાયર ભરેલ રિક્ષા સાથે રાજુલામાં ચાર શખ્સો ઝડપાઇ ગયા

અમરેલી-સાવરકુંડલા, તા.૨૦: અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લીપ્તરાય  નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા અને માર્ગદશર્ન આપેલ હોય,જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એમ.ઝાલાની સુચના નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.એમ.ડી.ગોહીલ તેમજ ASI હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા વાવેરા રોડ ત્વ  જયોતિ પાસે ચાર ઇસમો  રીક્ષા નંબર GJ-૦૩-AX-૫૮૫૦ માં જુના પુસ્તકો નીચે ચાર અલગ અલગ કોથળાઓમાં કોપર વાયર ભંગાર આશરે ૮૦ કિલો રાખી મળી આવતા જેઓની પાસે પકડાયેલ કોપર વાયરનો ભંગાર પોતાના કબ્જામા રાખવા અંગે કોઇ આધાર પુરાવા નહી રાખી મળી આવેલ હોય જેથી કોપર વાયર ભંગાર કુલ આશરે ૮૦ કિલો જેની કિ.રૂ.૩૨,૦૦૦/-તથા ભાર રીક્ષાની કિ.રૂ.૭૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૦૨,૦૦૦/- નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે CRPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ચારેય ઇસમો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.

પકડાયેલ (૧)દર્શનભાઇ મુકેશભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો.ભંગારની ફેરી રહે.રાજુલા (૨) કાળુભાઇ રવજીભાઇ બારૈયા ઉ.વ.૩૦ ધંધો.મજુરી (૩) ધરમશીભાઇ સાદુળભાઇ શિયાળ ઉ.વ.૨૯ ધંધો.મજુરી તથા (૪) મનિષભાઇ ભીખાભાઇ શિયાળ ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.૨ થી ૪ નાઓ શિયાળબેટ તા.જાફરાબાદ છે.

આ કામગીરી રોહીતભાઇ કાળુભાઇ તથા LRD ઓમદેવસીંહ પનુભા તથા LRD નીતીનભાઇ નાગજીભાઇ તથા LRD પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓએ કરેલ છે.

(12:49 pm IST)