Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગોંડલ પાસે શેડ ભાડે રાખી ગેરકાયદે બાયોડિઝલનો ફયુલ પંપ ચાલુ કયો'તો?

૧ર૦૦ લીટર બાયોડિઝલ સહિત ર.૪૩ લાખના મુદામાલ સાથે ટ્રાન્સપોર્ટર સહિતની ધરપકડઃ તાલુકાના પીએસઆઇ મહાવીરસિંહ પરમારનો દરોડો

રાજકોટ તા. ર૦ :.. ગોંડલના ભોજપરા ગામની જીઆઇડીસીમાં શેડમાં ધમધમતા ગેરકાયદે બાયોડિઝલના ફયુલ પંપ ઉપર તાલુકા પોલીસે રેઇડ કરી ર.૪૩ લાખના મુદામાલ સાથે મુસ્લીમ શખ્સની ધરપકડ કરી હતી.

ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી ઝડપી લેવાની રેન્જ ડી. આઇ. જી. પી. સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે તાલુકા પોલીસના પીએસઆઇ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફે ભોજપરા ગામની જીઆઇડીસી મોમાઇ હોટલ પાછળ, દિનેશભાઇ માવજીભાઇ વિરડીયાના કારખાનામાં દરોડો પાડતા ત્યાંથી ગેરકાયદે બાયડિઝલનો ફયુલ પંપ મળી આવતા ૧ર૦૦ લીટર બાયોડિઝલ, ઇલેકટ્રીક ફયુલ પંપ, ચાર સ્ટોરેજ ટાંકા તથા ઇલેકટ્રીક મોટર મળી કુલ ર.૪૩ લાખનો મુદામાલ સાથે ટ્રાન્સપોર્ટર સાહીલ સુલેમાનભાઇ લાખા રે. સુમરા સોસાયટી ગોંડલની ધરપકડ કરી હતી.

પકડાયેલ ટ્રાન્સપોર્ટર શાહિલ ભોજપરા જીઆઇડીસીમાં શેડ ભાડે રાખી ગેરકાયદે બાયોડીઝલનો ફયુલ પંપ ઉભો કરી બાયોડીઝલનું વેચાણ કરતો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(11:41 am IST)