Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીની વરણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૨૦: ભારતીય જનતા પાર્ટી દ્વારા લોધીકા તાલુકા યુવા ભાજપ મોરચાના પ્રમુખ તરીકે સુધીર તારપરા તેમજ મહામંત્રી તરીકે ડો. પ્રકાશ વિરડા ની વરણી કરવામાં આવેલ છે તેમને ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તથા તાલુકા ભાજપ ના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(11:34 am IST)