Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વાદળછાંયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯ તાલુકામાં ઝાપટા

વાદળા છવાયા છે પરંતુ મેઘરાજા મનમુકીને વરસતા નથીઃ પવનના સુસવાટા યથાવત

રાજકોટ તા.ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  વાદળછાંયા વાતાવરણ વચ્ચે આજ સવાર સુધીમાં ૧૯ તાલુકામાં ઝાપટા વરસ્યા છે.

દરરોજ વાદળ છવાય છે. પરંતુ મેઘરાજા મનમુકીને વરસતા ન હોવાથી ચિંતા પ્રસરી છે. પવનના સુસવાટા યથાવત છે.

ગઇકાલે માત્ર ઝાપટા રૂપ જ વરસાદ વરસી રહયો છે. સાર્વત્રિત વરસાદની હવે ખુબ જ જરૂર છે. વાવણી બાદ હવે પાક માટે વરસાદની ખુબ જ જરૂર છે.

ખંભાળિયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે મેઘરાજાનો વિરામ રહયો હતો. ખંભાળિયા, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં જરા પણ વરસાદ પડયો નહતો. જયારે ભાણવડમાં પાંચ મીમી જેટલા વરસાદી ઝાપટા પડયા હતા.

જો કે દ્વારકા જિલ્લાના ડેમોમાં હજુ કયાંય ખાસ નોંધપાત્ર જથ્થો મોટા ડેમોમાં આવેલ નથી.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢ, ભેસાણ અને વંથલી પંથકમાં સવારથી વરસાદનાં ઝાપટા વરસતા વાતાવરણમાં  ઠંડક પ્રસરી ગઇ હતી.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ૩૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે પણ જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ પ્રવર્તે છે.

સવારથી ઝાપટા ચાલુ હોય સવારના ૮ થી ૧૦ના બે કલાકમાં જુનાગઢમાં ૧ મીમી, ભેંસાણ ૩ મીમી, અને વંથલીમાં ર મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે

જુનાગઢ

ભેંસાણ પ મીમી,        જુનાગઢ ૪ મીમી

વંથલી ર મીમી મેંદરડા  પ મીમી

માંગરોળ ૩ મીમી       માણાવદર ર મીમી

મા.હાટીના ૪ મીમી     વિસાવદર ૬ મીમી

જામનગર

જામનગર ર મીમી,     જોડિયા ર મીમી

ધ્રોલ ૧ મીમી

દેવભુમી દ્વારકા

દ્વારકા ૩ મીમી વડત્રા  ૮ મીમી

બજાણા ૪ મીમી        રાણ પ મીમી

કચ્છ

ભુજ ૮ મીમી   મુદ્રા ૩ મીમી

અમેરલી

જાફરાબદા રમીમી      વડિયા ૧ મીમી

(11:31 am IST)