Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ભુજમાં બાયો ડીઝલનો ગેરકાયદેસર ધમધમતો કાળો કારોબાર ઝડપાયો: મોટા ટ્રાન્સપોર્ટર સહિત ૬ સામે ગુનો

સીએમનના આદેશ પછી પણ 'મીઠી નજર'થી ચાલતા રહેલા લાખોના કાળા કારોબાર સામે એસપી સૌરભસિંઘની તવાઈ, ૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) મુખ્યમંત્રીના આદેશ પછી પણ ભુજના માધાપરમાં બેરોકટોક ચાલુ રહેલ બાયો ડીઝલના લાખોના કાળા કારોબારે ચકચાર સાથે ચર્ચા સર્જી હતી. જોકે, અંતે આ સમગ્ર કાળો કારોબાર પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘના ધ્યાને આવતાં તેમણે સપાટો બોલાવી આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસપી સૌરભસિંઘની સુચનાને પગલે પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ સિદ્ધરાજસિંહ રાણા અને સ્ટાફે મધરાતે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં ૨૦ હજાર લિટર બાયો ડીઝલ ભરેલ ટેન્કર કિ. રૂ. ૨૩ લાખ, ૫૧ હજાર રોકડા, એક ટ્રેલર, બે મોટર સાયકલ, મોબાઈલ ફોન, ડાયરી સહિત ૩૬ લાખના મુદ્દામાલ સાથે ૫ જણાને સ્થળ ઉપરથી પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સોમાં મુકેશ અરજણ ગાગલ (કુનરીયા, ભુજ), કપિલ કાંતિલાલ ગણાત્રા (માધાપર, ભુજ), રાજેશ દેવકરણ ચાડ (સુમરાસર, ભુજ), ભાથીજી શંકરજી રાઠોડ (સૂઈ, બનાસકાંઠા) ની સ્થળ પરથી ધરપકડ કરાઈ હતી. જ્યારે સમગ્ર કચ્છ સહિત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે મોટું માથું ગણાતા અલ્પેશ ચંદે ને પકડવાનો બાકી છે. એક મહિના અગાઉ અહીથી ૨૩ હજાર લિટર બાયો ડીઝલ ઝડપાયા પછી પણ આ પોઇન્ટ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, રાત્રે એક વાગ્યા પછી ધમધમતા થતાં બાયો ડીઝલના આ કાળા કારોબાર સામે આજુબાજુના લોકોની ફરિયાદો પણ હતી.

(9:42 am IST)