Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જામનગર-ખંભાળીયા હાઇ-વે પર પડાણા પાટીયા નજીક કૂતરું આડું ઉતરતા કાર પલટી મારી ગઇ : બે સગાભાઈઓના કરૂણમોત: ત્રણ લોકોને ઈજા: ક્ષત્રિય પરિવારમાં ગમગીની છવાઇ

રાજેન્દ્રસિંહ ઝાલા અને તેના નાના ભાઈ પૃથ્વીરાજસિંહ પોતાની ઇકોસ્પોર્ટ કાર લઈને બગદાણા તરફ જતા હતા ત્યારે અકસ્માત

જામનગર-ખંભાળીયા હાઇ-વે પર પડાણા પાટીયા નજીક કૂતરું આડું ઉતરતા કાર પલટી મારી ગઇ હતી અને પડાણા ના બે સગા ભાઇઓના કમાટી ભર્યા મૃત્યુ નિપજયા છે જામનગર જિલ્લાના પડાણા ગામના રાજેન્દ્રસિંહ ઝાલા અને તેના નાના ભાઈ પૃથ્વીરાજસિંહ પોતાની ઇકોસ્પોર્ટ કાર લઈને બગદાણા તરફ જતા હતા ત્યારે મેક પર નજીક આવેલી આશાપુરા હોટલ પાસે કૂતરું આડુ ઉતર્યું હતું. જેથી ઇકોસ્પોર્ટ કાર પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર ત્રણ લોકોને ઈજા થઈ હતી જેમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજતા ક્ષત્રિય પરિવારમાં ગમગીની છવાઇ હતી અને ભારે કલ્પાંત સાથે પરિવારજનો નો આક્રંન્દ જોવા મળ્યો હતો. તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(7:52 pm IST)