Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢ જિ.માં કરફયુ ભંગ, માસ્ક વગર ફરતા જાહેરમાં થુકનાર લોકો પાસેથી પ૧૬૩૮૦૦ દંડની વસુલાત

જુનાગઢ તા. ર૦ : જુનાગઢના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી મનિન્દરપ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં કોરોનાની મહામારી અન્વયે જુનાગઢ જિલ્લામાં અનલોક-ર દરમ્યાન જુનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા દરરોજ રાત્રીના ૧૦ થી સવારના પ કલાક દરમ્યાન સરકારશ્રીના જાહેરનામા અંગે નાઇટ કફર્યૂ ભંગ અંગે તથા માસ્ક નહી પહેરવા તથા જાહેરમાં થુકવા બાબતેના દંડ અંગે કડક રીતે કામગીરી કરવામાં આવી રહેલ.  છે.

એસપી શ્રી સૌરભસિંઘએ  જણાવ્યું હતું કે કર્ફયું ભંગ કરનાર પ૪૮ લોકો સામે કેસ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

તેમજ માસ્ક ન પહેરવા તથા જાહેરમાં થુકવા બદલ રપ૮૧૯ વ્યકિતઓ પાસેથી સ્થળ ઉપર રૂપ૧,૬૩૮૦૦ નો દંડ વસુલ કરાયો હતો. અને આગામી દિવસોમાં પણ રાત્રી કફર્યુ ભંગ કરતા તેમજ માસ્ક ન પહેરનાર વ્યકિત સામે ઝૂબેશ ચાલુ રહેનાર હોયતો દરેક લોકો કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે કાયદાનું પાલન કરવા અને પોલીસને સાથ સહકાર આપવા અંતમાં અનુરોધ કર્યો છ.ે

(1:14 pm IST)