Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

મુખ્યમંત્રી હસ્તે પાટડી તાલુકા સેવા સદન થાનગઢના આવાસોનું ઇ-લોકાપર્ણ

વઢવાણ,તા.૨૦: ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વહિવટી કામગીરીના માળખાને સંગીન બનાવવા જરૂરી માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા મથક ખાતે રૂપિયા ૯.૯૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ તાલુકા સેવા સદનનું તેમજ થાનગઢ નગરપાલિકા દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને દ્યર વિહોણા લોકો માટે રૂપિયા ૧૮.૧૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૪૧૬ આવાસોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટડી વિસ્તાર અર્થકવેક ઝોન-૪માં આવતો હોવાથી સરકારશ્રીની ટાઇપ ડિઝાઇન મુજબ આ તાલુકા સેવા સદનના બે માળના આધુનિક ભવનને ભૂકંપપ્રુફ બનાવવામાં આવેલ છે. પાટડી તાલુકા મથકે આ આધુનિક સેવા સદનનું નિર્માણ થતાં જુદી- જુદી કચેરીઓ એક બિલ્ડીંગમાં આવશે અને તાલુકા કક્ષાએ સરકારશ્રીની કામગીરી સરળ અને ઝડપી બનશે.

રાજય સરકારની પ્રત્યેક દ્યર વિહોણા પરિવારનું દ્યરના દ્યરનું સ્વપ્ન સાકાર કરવા સંનિષ્ઠતાથી કાર્ય હાથ ધરાયું છે. જે અન્વયે થાનગઢ નગરપાલિકા દ્વારા ગરીબ અને દ્યર વિહોણા લોકોને આવાસ મળી રહે તે માટે રૂપિયા ૧૮.૧૭ કરોડના ખર્ચે મનડાસર રોડ સેફ્રોન સીરામીક પાસે ૩૫૨ આવાસ અને વાલ્મીકી વાસમાં ૬૪ આવાસ મળીને ૪૧૬ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ આવાસમાં ૧ રૂમ, ૧ રસોડુ, ૧ હોલ, શૌચાલય, બાથરૂમ તથા લાઇટ અને પાણીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. ઇન્ફાસ્ટ્રકચરમાં સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા તથા આવાસ ફરતે કમ્પાઉન્ડ વોલ તેમજ બાળકો માટે રમત-ગમતના સાધનો સાથે પ્લે-ગ્રાઉન્ડ અને આંગણવાડી, પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા બગીચાની વ્યવસ્થા કરવામાં આવી છે.(

(11:58 am IST)