Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી ,જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વરસાદનુ આગમન

વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી

 

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદનુ આગમન થયુ છે. જુનાગઢ, અમરેલી રાજકોટ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનુ આગમન થયુ છે. સાયલાના ધાંધલપુર, ટીટોડા અને સોખડામાં વરસાદનુ આગમન થયુ છે. ગ્રામ્ય વિસ્તામાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. વરસાદ વરસતા ગ્રામજનોને ગરમીમાથી રાહત મળી છે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અમરેલીના ધારીના ગીર વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતુ. ગીરના જંગલ તેમજ ધારીના સુખપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતોસાવરકુંડલા તાલુકામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઇ હતી. જાંબાળ, કૃષ્ણ ગઢ, અભરામ પરા, ગઢકડા શાંતિ નગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો

જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટા વરસવાનુ શરૂ થયુ છે. વા

રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી ગરમી અને બફારા વચ્ચે બોપર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી હતી.

(10:55 pm IST)