Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સિંચાઈ કૌભાંડમાં અંતે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ.

મોરબી: જિલ્લાની નાની સિંચાઈ યોજનાના કામમાં આશરે રૂ.૨૦ કરોડનું કૌભાંડ થયું હોવાનું જે તે સમયે બહાર આવ્યું હતું.આ સિંચાઈ કૌભાંડમાં જે તે સમયે પોલીસની તપાસમાં નિવૃત સિંચાઈ ઈજનેર તથા અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી હતી. અને પોલીસે આ સિંચાઈ કૌભાંડમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયા તથા મજુર મંડળીઓના હોદાદારોની પણ ધરપકડ કરી હતી.ત્યારે સિંચાઈ કૌભાંડમાં હાલ હળવદ રહેતા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલનું નામ ખુલ્યું હતું.પણ તેઓ ઘણા સમયથી નાસતા ફરતા હતા.

આખરે તેઓ પોલીસના પંજામાં આવી ગયા છે. આજ રોજ હળવદ પોલીસે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ મોહનભાઇ ગોહિલ જે રહે.માનસર તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી મોરબી પોલીસને હવાલે કરી દીધા છે. એલ.સી.બી.એ આ આરોપીની ધરપડક કરીને સિંચાઈ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.

(4:51 pm IST)