Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

બગસરા પાસેના નાના મુંજીયાસર ગામના લોકો દ્વારા બસ રોકો આંદોલન

અમરેલી, તા.૨૦: જિલ્લાના બગસરા પાસેના નાના મુજીયાસર ગામના લોકોએ બસ રોકી આંદોલન કયું હતુ એસ.ટી.તંત્રને અવારનવાર રજુઆત કરી છતાં પેટનું પાણી પણ ન હલતા ગામ લોકોમા રોષ ભભૂકી ઉઠેલ છે બગસરા તાલુકાના નાના મુજીયાસરના પાટીએ અનેક એસ.ટી.બસનો ઉભી રહેતા લોકોમા રોષ ભભૂકી ઉઠેલ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપર પણ માઠી અસર પડી છે. સરકાર ફ્રી વિદ્યાર્થી પાસ યોજના અમલમાં મુકેલ પરંતુ અહીં તો બસ ઉભી જ નથીં રહેતી જે આ સરકારની યોજના અહીં પોકળ સાબિત થયેલ.. બગસરા તાલુકા પંચાયત પુર્વ ઉપ.પ્રમુખ ગોપલભાઇ સતાસીયાની આગેવાની હેઠળ એસ.ટી.બસ રોકી આંદોલન કરાયુ.. હાલ વિદ્યાર્થીઓ જણાવ્યું હતુ કે અહીં બસ ન ઉભી ન રહેલ અમો સ્કૂલમાં સમયે પહોંચી શકતા ન હોવાથી હાલાકી પડી રહી છેે.

(3:28 pm IST)