Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા મહામુલો ૭ વિઘામાં વાવેલ પાક ખેડુતોએ ઉખેડી નાખ્યો

ધોરાજી તા. ૨૦ :ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતિત બન્યા છે ખેડૂતો એ વાવેલ મહામૂલો પાક નિષ્ફળ જતા ખેડૂતો એ પોતાના ૭ વિધા ખેતર માં વાવેલ પાક ઉખેડી ફેંકયો છે

મકાઈ નું પાક વરસાદ ન આવવાને કારણે મુરઝાઈ જતા ઉભા પાક ને ઉખેડી ફેંકાયો છે ખેડૂત એ એમના ૭ વીદ્યા ખેતર માં વાવેલ મકાઈના પાક ને ઉખેડી ફેંકયો છે ખેડૂતો એ મોંદ્યાભાવના ખરીદેલ બિયારણ ખર્ચ પણ માથે પડ્યો છે

ખેડૂતપોપટ હિરપરાનું કહવું છે કે વરસાદ ખેંચાતા પાક ને પિયત નું પાણી નથી મળ્યું ખેતર માં મહામહેનત એ વાવેલ મકાઈ નો પાક મુરઝાઈ જતા ખેતર માં ઉભો પાક ને ઉખેડી ફેંકવામાં આવ્યો છે

ખેડૂત અગ્રણીઓ નું કહવું છે કે ગત વર્ષ પણ ઓછા વરસાદ ને કારણે પાક નિસ્ફળ ગયો હતો ધોરાજી પંથક ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા છતાં પણ હજુ સુધી ગત વર્ષ નો પાક વીમો મળ્યો નથી

ધોરાજી પંથક માં ઓછા વરસાદને કારણે ખેડૂતો એ વાવેલ પાક નિષ્ફળ ગયો છે ખેડૂતો એ મોંદ્યા ભાવ ના વાવેલ બિયારણ જંતુનાશક દવાનું ખર્ચ પણ માથે પડ્યો છે અને ભાજપ કોંગ્રેસ ના નેતાઓ એ ખેડૂત માટે વિધાન સભા માં અવાજ ઉઠાવી અને ખેડૂત ને ગત વર્ષ નો પાક વીમો આપવો જોઈ.

 ખેડૂતો આકાશ તરફ જોઈ અને પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ મેદ્યરાજા ન વરસતા અંતે ખેડૂતો એ રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે

ધોરાજી પંથક.માં છેલ્લા એક માસ થી વરસાદ નથી આવ્યો જેથી કરી ખેડૂતો એ એમના ખેતર માં વાવેલ પાક.વરસાદ ન આવવા ના કારણે નિષ્ફળ ગયો છે અને ખેડૂતો નિષ્ફળ ગયેલ પાક.ને ઉખેડી ફેંકવા મજબુર બન્યા છે

ખેડૂતો માં ભાજપ કોંગ્રેસ બને પક્ષ તરફ થી રોસ જોવા મળી રહ્યું છે ખેડૂતો નું કેહવું છે કે ભાજપ અને ખેડૂતો ને નિયય મળે એમાટે જંખી રહ્યા છે

(1:21 pm IST)