Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

બગોદરા-ધોળકા એસ.ટી. બસ ટ્રક સાથે અથડાયા બાદ ખાડામાં ખાબકીઃ ર બાળકોના મોતઃ ૩૦ને ઇજા

વઢવાણ, તા. ર૦ : બગોદરા-ધોળકા તરફ જતી એસ.ટી. બસ સાથે ધડાકાભેર ટ્રક ટકરાતા બસ પાણી ભરેલા ખાડામાં ખાબકતા બે બાળકોના મોત નિપજયાની ઘટના બનવા પામેલ છે. જેમાં ૩૦ મુસાફરો ઘાયલ થયા છે જેમાના ૧૦ને વધુ ઇજા થતા જેઓને અમદાવાદ સારવાર માટે તાત્કાલીક ખસેડવા તજવીજ હાથ ધરેલ છે.

મળતી માહિતી મુજબમાં સંતરામપુર ડેપોની બસ ધોળકા તરફથી બગોદરા બાજુ આવી રહેલ હતી.

ત્યારે ટ્રકના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા બસ બાજુની ખાઇમાં ગટરના ભરેલા પાણીના ખાડામાં ખાબકેલ હતી ત્યારે બે બાળકોના મોત થયા છે. જયારે ૩૦ મુસાફરો ઘાયલ થયા છે. જેમાં ૧૦ને વધુ ઇજા પહોંચતા તેઓને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે.

(1:19 pm IST)