Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જામનગર શ્રી શિરડી સાંઇબાબા મંદિરે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

જામનગરઃ  શ્રી શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર, જામનગર ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં સવારે ગુરૂપૂજન ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં ધ્વજા ઉત્સવ, અન્નકોટ, તથા મહા આરતીમાં સાંઇ ભકતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. મંદિર સંસ્થા દ્વારા બપોરના સમયે સમગ્ર સાંઇ ભકતો માટે મહાણ્રસાદનું આયોજન કરવામાં આવેલ તેમાં ૨૮૦૦ થી વધુ સાંઇ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો.  સાંજના સત્યનારાયણ ભગવાનની ૨૧ સમુહ કથાનું આયોજન કરવામાં આવેલ હતું. વર્ષમાં ત્રણ વખત એટલે કે, શરદ પૂનમ  હોળી તથા ગુરૂપૂનમની રાત્રીએ શ્વાસ રોગના દર્દીઓ માટે આયુર્વેદીક કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તેના ભાગરૂપે ગુરૂપૂર્ણિમાની રાત્રીએ શ્વાસ રોગના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જામનગર શહેર ઉપરાંત પોરબંદર, મોરબી સહીતના બહારગામના ૧૦૮ દર્દીઓએ લાભ લીધેલ. સવારે ૬.૩૦ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી મંદિરે દર્શનાથે આવતા સમગ્ર સાંઇ ભકતોને ટીકુભાઇ શાહ દ્વારા પ્રસાદના તૈયાર પેકેટનું વિતરણ કરવામાં આવેલ, જેમાં સમગ્ર દિવસ દરમિયાન અંદાજ ે૮ હજારથી વધુ ભકતોએ દર્શનનો લાભ લીધેેલ. સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના બહોળી સંખ્યામાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે

(1:18 pm IST)