Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જાફરાબાદનાં કાગવદરમાં સગા કાકાએ ભત્રીજાને છરી ઝીંકી દેતા ગંભીર

અમરેલી તા. ર૦ :.. જાફરાબાદના કાગવદરમાં રહેતા દયાબેન પુજાભાઇ જોગદીયાને તેના સગા દીયર મનુભાઇ માયાભાઇ જોગદીયા સાથે રસ્તા પ્રશ્ને મનદુઃખ ચાલતુ હોય જે અંગેનું ખાર રાખી દયાબેનના પુત્ર ઉપર છરીના ઘા મારી ગંભીર ઇજા કર્યાની ફરીયાદ જાફરાબાદ પોલીસમાં થવા પામી હતી.

બાબરાના મોટા દેવળીયામાં યુવાનનો આપઘાત

બાબરાનાં મોટાદેવળીયામાં રહેતા રહેમાનભાઇ બટુકભાઇ મુસીયા નામના યુવાનને પેટમાં દુઃખાવો થતા સારવારમાં લઇ જતા તેનું ઝેરી દવા પી મોત નિપજયાનું તબીબે જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 ત્રણ ઝેરી દવા પીધી

ડુંગરના કુંડળીયાળાના દાનાભાઇ હીરાભાઇ વાળા કોઇ અગમ્ય કારણે ખાંભાના સરાકડીયામાં રહેતી ગંગાબેન ઉર્ફે પુજાબેન પંચાણીના લગ્ન પાંચ દિવસ પૂર્વે થયેલ તેને ગમતુ ન હોવાથી લાઠીના ચાવંડમાં રહેતી ભુમિકાબેન લક્ષ્મણભાઇ ડેરને કામકાજ પ્રશ્ને ઠપકો દેતા ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર અર્થે દવાખાને ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

(1:16 pm IST)