Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આટકોટ : શૈક્ષણિક સંસ્થામાં ગુરૂપુર્ણિમાંની ઉજવણી

આટકોટઃ શ્રી સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં અભ્યાસ કરતાં બીસીએ અને બી.કોમ નાં વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ગરૂજનોને સન્માનિત કરવા ગુરૂપુર્ણિમાં કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ''ગુરૂબ્રહ્મા ગુરૂ વિષ્ણું ગુરૂદેવો મહેશ્વરાય'' પંકિતને સાર્થક કરતાં કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ અને શિષ્યનાં સંબંધને લગતા વિવિધ મંતવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ હતા. કાર્યક્રમનું સંચાલન પ્રિન્સીપાલ મયુરભાઇ વેકરિયાનાં માર્ગદર્શન હેેઠળ ટીવાય બી.કોમનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સંસ્થાનાં ડિરેકટર ડો. કમલેશ હિરપરાએ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને ગુરૂપુર્ણિમાંની શુભેચ્છાઓ પાઠવેલ હતી. તે પ્રસંગની તસ્વીરઃ

(11:52 am IST)