Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાણાવાવના અમરદળમાં લૂંટના ઇરાદે હત્યાના ૩ આરોપીઓને ૧૦ દિ'ની રીમાન્ડ

 જુનાગઢ, પોરબંદર, તા. ર૦ : રાણાવાવના અમરદળમાં સોનાના દાગીનાની લૂંટના ઇરાદે હત્યાનો ભેદ ઉકેલીને એલસીબી પોલીસે મધ્યપ્રદેશના ૩ શખ્સોને પકડીને ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ૧૦ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવી છે.

રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં લુંટ વીથ મર્ડરનો ચર્ચાસ્પદ બનાવ બનેલો જેમાં અમરદળ ગામ રેલ્વે પાટાની બાજુમાં આવેલ મેરામણભાઇ કરશનભાઇ કોડીયાતર ની વાડીના મકાનની ઓસરીમાં તેની હત્યા કરેલી અને મરણ જનારના શરીર પરથી દાગીના ની લુંટ થયેલાની હકીકત જાહેર થયેલ હતી. જે અનુસંધાને મરણજનાર મેરામણભાઇ કોડીયાતર ના ભત્રીજા લાખાભાઇ ડાયાભાઇ કોડીયાતર રહે.અમરદળ ગામ ધોરીયા નેસ તો.રાણાવાવ વાળા એ ફરીયાદ કરેલ કે, તેમના કાકા ને તેમની વાડીની ઓસરીમાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા હોઇ હથીયાર વડે અથવાતો ગળા ટુપો આપી મારી નાખી કાનમા પહેરેલ સોના ના ઠોળીયા તથા ભુંગરી તથા છાપવા વજન આસરે દોઢ તોલા કિ.રૂ. ૩૦૦૦૦/- ની લુટ કર્યા અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી જે અન્વયે રાણાવાવ પો. સ્ટે.માં આઇ.પી.સી.કલમ-૩૦૨, ૩૯૪, ૪૪૭ થી ગુન્હો નોંધાયો હતો.   આ  વણઉકલ્યા ગુન્હા બાબતે પુરતી તપાસ કરી આરોપીઓ શોધ કાઢવા માટે *જુનાગઢ રેન્જ IGP શ્રી સુભાષ ત્રિવેદી સાહેબે   આપેલ સુચના અન્વયે  પોરબંદર SP શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ  આ ગુન્હાની ઉંડાણ પૂર્વક તપાસ કરી બનાવના મુળ સુધી પહોચી આરોપીઓને શોધી કાઢવા  LCB PI  પી.ડી.દરજી તથા LCB PSI એચ.એન.ચુડાસમા  ને સુચના કરેલ જે અન્વયે ટેકનીકલ માધ્યમ થી સદ્યન તપાસ કરતા આ ગુન્હો મધ્યપ્રદેશ જાંબવા જીલ્લાના  () જબરસિંગ ઉર્ફે જવરીયા કશન હટીલા () કરમસિંગ ઉર્ફે ગુડુ ચેનસિંગ ભાભોર () રૂપા ઉર્ફે રૂપસિંગ ભુરજી મેડા  એ કરેલ હોવાની પુરી શંકા જતા  પોરબંદર SP શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલે  તત્કાલીક કમલાબાગ પો.સ્ટે. ના  PSI એન.એમ.ગઢવી   તથા પેરોલ ફર્લોની ટીમને મધ્યપ્રદેશ મોકલી આપેલ અને ત્યાં થી ઉપરોકત ત્રણેય શકદાર ને પોરબંદર એલ.સી.બી. ખાતે લાવવામાં આવેલ અને એલ.સી.બી. દ્વારા ત્રણેય શકદાર  () જબરસિંગ ઉર્ફે જવરીયા કશન હટીલા ઉ..૨૪ રહે.નવાપાડા ભડારીયા માલફળીયા તા.કલ્યાણપુરા જી.જાંબવા મધ્યપ્રદેશ () કરમસિંગ ઉર્ફે ગુડુ ચેનસિંગ ભાભોર ઉ..૨૯ રહે.નવાગાવ ટેરૂફળીયુ તા.જી.જાંબવા મધ્યપ્રદેશ તથા () રૂપા ઉર્ફે રૂપસિંગ ભુરજી મેડા ઉ..૨૬ રહે.નવાપાડા ભડારીયા માલફળીયા તા.કલ્યાણપુરા જી.જાંબવા મધ્યપ્રદેશ  વાળાની આગવીઠબે પુછપરછ કરતા કબુલાત આપેલ કે આજથી એકાદ મહિના પહેલા રાણાવાવ આવેલા ત્યારે આ ત્રણેય શકદારોને મરણજનાર મેરામણભાઇ એ તેમના દ્યરે આસરો આપેલ અને રાત્રીના મરણજાનાર મેરામણભાઇ સુઇ ગયા બાદ આરોપીઓએ દાગીના તથા રોકડ રકમની ચોરી કરતાં હતા દરમ્યાન મેરામણભાઇ જાગી જતા બુંમ બરાડા કરતા પકડાઇ જવાની બીકે ત્રણેય જણાએ મરણજનારને મોઢે મુંગો દઇ મારી નાખી કાનમા પહેરેલ સોનાના ઠોરીયા તથા ભુંગરીની તથા ચાંપવાની લુંટ કરી નાસી જઇ ગુન્હો કરેલાની કબુલાત આપેલ અને આ સોનાના દાગીના મધ્યપ્રદેશના જાંબવા શહેરમા સોનીને વેંચી નાખેલ નું જણાવેલ જેથી આ ત્રણેય આરોપીઓને ને રાણાવાવ પો. સ્ટે. ગુ... ફર્સ્ટ-૩૩/૧૯ આઇ.પી.સી.કલમ-૩૦૨, ૩૯૪, ૪૪૭ વિ.ના કામે સી.આર.પી.સી.કલમ- ૪૧()આઇ મુજબ ધોરણસર અટક એક માસમાં જ વણશોધાવેલ લુંટ વીથ મર્ડર નો ગુન્હો શોધી કાઢી ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ છે.

આ કામગીરીમાં  એલ.સી.બી. ના PI પી.ડી.દરજી, PSI એચ.એનચુડાસમા, ASI જગમાલભાઇ, મેરખીભાઇ, HC અમિતભાઇ, લખમણભાઇ, રવિન્દ્રભાઇ, વિજયરાજસિંહ, મહેશભાઇ, લાખીબેન, PC સમીરભાઇ, મસરીભાઇ, સંજયભાઇ, કૃણાલસિંહ, ગીરીશભાઇ, રામદેભાઇ તથા ટેકનીકલ સેલ ના રાજેન્દ્રભાઇ, પારૂલબેન, ઉપેન્દ્રસિંહ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એન.એમ.ગઢવી, PC વિરેન્દ્રસિંહ તથા પેરોલફરલો સ્કવોર્ડના પીયુશ સીસોદીયા, પીયુશ બોદર, રોહીતભાઇ   વિગેરે એ ભારે જહેમત ઉઠાવેલ હતી.

રાણાવાવ જયુડીશીય ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટશ્રી રજા ઉપર હોય તેના ઇન્ચાર્જમાં કુતિયાણા જયુ. ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટશ્રીહોય આરોપીઓને કુતિયાણા કોર્ટમાં રજૂ કરેલ. વધુ તપાસ પીએસઆઇ કે.એસ. ગરચર ચલાવી રહેલ છે.

(3:29 pm IST)