Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ રૂષણા લેતા સર્જાઇ સમસ્યા

માલધારીઓએ માલ-ઢોર સાથે ચારા-પાણીની શોધમાં વતનને અલવિદા કરી

કચ્છના માલધારીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહાત્મ્ય છે પરંતુ અષાઢ મહિનો પણ કોરોધાકોડ જતા અને મેઘરાજાએ રૂષણા લેતા હોશે હોશે કચ્છમાં આવેલા માલધારીઓએ ફરી પછી પોતાના માલ-ઢોર સાથે વતનને અલવિદા કરી છે તસ્વીરમાં પોતાના માલ-ઢોર સાથે જઇ રહેલા માલધારીઓ નજરે પડે છે. (તસ્વીર : ફારૂક ચૌહાણ)

વઢવાણ તા. ર૦ :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુદરત રૂઢી-સૌરાષ્ટ્ર કચ્છમાં ખેડૂતો ધરતી પુત્રોથી લઇને માલધારીઓ સુધી મુસીબતમાં મુકાયા છે.

ગત વર્ષે ચોમાસુ ફેલ જતા માલધારી પોતાના મહામુલા પશુ ધનને નિભાવવા આમ તેમ રજળપાટ કરીને ભુખ્યા - તરસ્યા રહીને વર્ષે તો પાર પાડયુ જયારે અષાઢી બિજનો મહિમા કચ્છી માંડુઓમાં વધારે મહત્વ હોય છે.

અષાઢી માસ પહેલા જયાં જયાં માલ ધારીઓ વતન મેલી-વન-વગડાની વાટે ચાલ્યા ગયા હોય એવા માલધારી પોતાના પરિવાર પશુધન સાથે કચ્છમાં પરત ફરી અષાઢી બિજ નવા વર્ષની શરૂઆત પરિવાર સગા-વાલાઓની સાથે કરતા હોય છે.

અષાઢ માસની બીજ એટલે કચ્છી માડુઓ માટે નવુ વર્ષ દિકરા-દિકરીના સગપણ આ બિજના થતા હોય છે આવા મહિમાને લઇને વતન વાટે આવેલા માલધારી ચોમાસાના સારા એંધાણ આશા સાથે વતનમાં પરત ફરતા હોય છે.

આવા કચ્છી માલધારીઓ પોતાના પુરા પહેરવેશ સાથે ખુમારી ઇજ્જત ભર રહેતો હોવાના અનેક દાખલા જોવા મળ્યા છે. જયારે અષાઢ માં જ વતનમાં પાછા ફરેલા કચ્છી માલધારી ગુજરાત-સૌરાષ્ટ્રમાં કયાંય વરસાદનો છાંટો પણ ન પડતા ખેડૂતો અને માલધારીઓ મુસીબતમાં મુકયા બાદ ફરીવાર વતનને અલવિદા કરી અને પોતે પાછા પરદેશી બનવા નિકળી પડયા છે.

પસાર થતા માલધારીનો મોટો કાફલો હાઇવે ઉપર લાઇન બંધ હરોળમાં પસાર થઇ રહ્યો છે. મોઢા ઉપર નૂર પણ રહ્યાં નથી. પોતાને પિવાના પાણી ઉંટની ડોક સાથે પાંચ લીટરનું કેન લટકાડી રોડ - રસ્તા પસાર કરતા જોવા મળ્યા ત્યારે કચ્છી માલધારીને પુછપરછ કરવામાં આવતા માલધારીઓએ  જણાવ્યું કે અમો વતનમાં અષાઢ માસમાં પહોંચી જઇ અને સારૂ ચોમાસુ આવે તો આઠ માસ વતનમાં જ પસાર કરી નાખી ઉનાળાની જ ચિંતા રહે પરંતુ છેલ્લા બે વર્ષ દુષ્કાળ આવ્યા હોવાથી ઘર બહાર વધુ રહેવાનો સમય આવ્યો છે. જયારે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં તો ચોમાસાના એંધાણ હાલમાં પણ કયાંય જોવા મળતા નથી ? જયારે કુદરત હવે જયાં લઇ જાય ત્યાં જવુ પડશે.

વધુમાં માલધારીઓ જણાવતા હતા કે હાલ તો અમો કયાં છીએ કયાં વતન અમારૂ છે. જેની જાણકારી મોબાઇલ વાટે અમારા પરિવારને મળી શકે છે ? પહેલા ઘરે આવીયે ત્યારે જ મળવાનું થતુ એવો પણ એક યુગ હતો આ વાત આજના યુગમાં અમારા માટે સારી ગણાવાય છે.

સરકાર વિષે પુછપરછ કરવામાં આવતા સરકાર કરતા માનવીઓની માનવતા મોટી ગણાવાઇ આ વિશે પુછતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો ને  ઠેકાણા કાયમી હોતા નથી. જેના કારણે સરકાર અમારા માટે શું કરી શકે એની વાત કરવી નકામી છે...?

જયારે અમો ગમે ત્યાં ગામોમાં પસાર થઇ એટલે ખેડૂતો પડાવ નખાવે ખાવાની વ્યવસ્થા કરાવી આપે અને છૂટા પણ કયારેક આપે પરિવાર જેમ ઓળખાણ ન હોય છતાં વ્યવહાર કરે એટલે માનવતા વધુ જોવા મળતી હોય છે. જયારે હાલ તો વતનની વાટ મેલી છે. ત્યારે ચારો-પાણી શોધવા કચ્છી માલધારીઓ પસાર થતા જોવા જાણવા મળ્યા છે.

(11:28 am IST)