Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ગારીયાધાર પંથકમાં મેઘો ન મંડાતા મહામુલ્ય પાક બળી જવાની સેવાતી ભીતી

મગ,અડદ,તલ, મકાઇ અને નિરણના પાકો બળી જવાની તૈયારીમાં : ઠેર ઠેર વ્યાપક પ્રમાણમાં પાણી વગર મોલ મુરઝાતા ખેડુતોમાં ચિંતા

ગારીયાધાર તા ૨૦  : ગારીયાધાર પંથકમાં છેલ્લા ૧૫ દિવસથી મેઘો ન મંડાતા ખેડુતોના પાક બળી જવાની ભીતી સાથે મુંઝવણ ભરી પરિસ્થિતીમાં મુકાયા છે.

ગારીયાધાર પંથકમાં છેલ્લા ૧૫ દિવસ વરસાદ વગર કોરા ધાકોડ જતા સમગ્ર પંથકના ખેડુતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. મેઘો ન વરસતા ખેડુતોએ  ખેડુતોએ વાવેલા મગ, અડદ, તલ, મકાઇ અને નિરણના પાકો બળી જવાની ભીતી સેવાઇ રહી છે.

ઠેર ઠેર પાણી વગર  ખેતરોની જમીનોમાં તિરાડો જોવા મળી રહી છે. જયારે પાણી વગર ગરમીના કારણે મગફળીના પાકમાં રોગ જોવામાં આવી રહયો છે, જેના  કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

ગત વર્ષ મોળુ વરસ રહેવાના કારણે પાણીની અછત રહેવા પામી છે, જેના કારણે ચાલુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં વરસેલા વરસાદના પાણી તળોમાં સુકાઇ જવા પામ્યા છે, જયારે પાણીના તળો ઉંચા ન આવતા પાકો પાણી વગર સુકાતા જોવા મળી રહયા છે.

(11:27 am IST)