Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૨૯ પોલીસ કર્મચારીની આંતરિક બદલી

મોરબી, તા.૨૦: મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા આજે જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૨૯ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે તે ઉપરાંત છ પોલીસ કર્મચારીની બદલી અંગે ફેરવિચારણા બાદ તેની બદલી રદ કરવામાં આવી છે.

મોરબી પોલીસબેડામાં બદલીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઇતેશકુમાર રાઠોડની હળવદ, અજીતકુમાર સોલંકી વાંકાનેર સીટી, અશ્વિનસિંહ રાણાની વાંકાનેર સીટી, જયદીપસિંહ રાઠોડની વાંકાનેર સીટી, ચકુભાઈ કલોતરાની મોરબી સીટી એ ડીવીઝન, દિવ્યરાજસિંહ ઝાલાની વાંકાનેર સીટી, સુરેશભાઈ પરમારની હળવદ, ટાપરીયા યોગેશકુમારની હળવદ, દિવ્યરાજસિંહ જાડેજાની મોરબી તાલુકા, જીતેશકુમાર રાઠોડની પોલીસ હેડ કવાર્ટર, રાજેશભાઈ રામજીભાઈ પઢીયારની પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

તે ઉપરાંત વિનાભાઈ ચાવડાની હળવદ, ફિરોઝખાન પઠાણની ટંકારા, પ્રવીણકુમાર ચંદ્રાલાની હળવદ, કિશોરભાઈ છૈયાની માળિયા, મનજીભાઈ શિયાળની મોરબી સીટી એ ડીવીઝન, જગદીશભાઈ મકવાણાની હળવદ, જેસાભાઈ ડાંગરની ટંકારા, દેવેન્દ્રસિંહ જાડેજા અને આશિષ ડાંગરની માળિયા ખાતે બદલી કરવામાં આવી છે.

વિનોદભાઈ ચીકાણીની મોરબી સીટી બી ડીવીઝન, ધીરેન પરમારની મોરબી સીટી એ ડીવીઝન, આશીફ બારેજીયાની વાંકાનેર સીટી, મયુરભાઈ ઝાંપડાની ટંકારા, કુલદીપકુમાર સોલંકીની પોલીસ હેડ કવાર્ટર, શૈલેષભાઈ હેણની માળિયા, આરીફ સુમરાની પોલીસ હેડ કવાર્ટર, જયેશકુમાર ચાવડાની મોરબી તાલુકા અને પ્રિયંકાબેન પૈજાની પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

હળવદ ફરજ બજવતા તેજશકુમાર વિડજા, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા મહેન્દ્રકુમાર વડગામા અને સંજયસિંહ જાડેજા, ટંકારામાં ફરજ બજાવતા હરદીપસિંહ ઝાલા અને વિશ્વરાજસિંહ ઝાલા તેમજ માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ખાલીદભાઈ કુરેશીની બદલી કરવામાં આવી હોય અને ફેર વિચારણા બાદ હાલના પોલીસ સ્ટેશનમાં ચાલુ રાખવા રજૂઆત કરતા વિનંતી માન્ય રાખીને છ પોલીસ કર્મચારીઓની બદલી રદ કરવામાં આવી છે.

(11:25 am IST)