Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ઉના નવાબંદરમાં ફોન ઉપર ધમકી આપી ૧૦ લાખની માંગણી કરનાર ઝડપાયો

ઉના, તા. ર૦ : વેપારી તથા નવાબંદર મચ્છીના વેપારીને નવાબંદરના યુવાને મોબાઇલ ફોન ઉપર ગાળો આપી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી નહીં આપો તો મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડયો.

ઉના રહેતા અને નવાબંદર મચ્છીનો ધંધો કરતા ઉનામાં પણ ધંધો કરતા સિંધી લોહાણા જીવતરામભાઇ ઉર્ફે લાલાભાઇ ભુદરમલ હેમતાણી રે. ઉના વાળાએ ઉના પોલીસમાં નવાબંદર ગામે રહેતો આશીફ જબ્બરારભાઇ સોઢા ભાડેલા એ ફરીયાદીને મોબાઇલ ઉપર ફોન કરી ગાળો આપી રૂ. ૧૦ લાખ આપી દે જે જો નહીં આપ તો તારા દિકરાને મારી નાખશી તેવી ધમકીની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ પ૦૪, પ૦૭ મુજબ ગુનો નોંધી પોલીસ જમાદાર એચ.પી. ભેંડાએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:24 am IST)