Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ઉના અને દેલવાડામાં મેઘરાજાને મનાવવા વરુણ યજ્ઞ યોજાયોઃ દરગાહમાં ચાદર ચઢાવી

ઉના તા.૨૦: ચોમાસાના પ્રારંભ બાદ વરસાદના દર્શન દુર્લભ થતા ખેડુતો સહિત લોકોના જીવ ઉચા થઇ ગયા છે.

મેઘરાજાને મનાવવા સમયસર પધારવા દેલવાડાના ગ્રામજનોએ ધંધા રોજગાર બંધ રાખીને વરૂણ યજ્ઞ કર્યો હતો. ઉનામાં સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા દરગાહમાં ચાદર ચઢાવી દુવા માંગી હતી.

વરૂણદેવને રીઝવવા ગ્રામજનો સવારે મહાકાળી ચોક ખાતે બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા. જ્યાં સુશોભિત અને હવનકુંડ પ્રસ્થાપીત કરાયેલા ટ્રેકટરમાં ભૂદેવોને બેસાડી શાસ્ત્રોકત રીતે વરૂણયજ્ઞનો વિધિવત પ્રારંભ કરાવ્યા બાદ ટ્રેકટરને ગામચર્યા માટે પ્રસ્થાન કરાવાયુ હતુ. ત્યાંથી ગામમાં આવેલ મંદિરોમાં ગ્રામજનોએ ધ્વજા ચડાવી અને સર્વત્ર મેઘમહેર થાય તેવી સામુહિક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મચ્છુન્દ્રી નદીના તટે બીરાજમાન ભીડભંજન મહાદેવના પાવન સાંનિધ્યમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ગ્રામજનોએ રસપાન કરીને સાર્વત્રીક વરસાદ વરસે તેવી મનોકામના વ્યકત કરી હતી. વી.ડી. બાંભણીયા , હેમંતભાઇ પુરોહીત, હિરેનભાઇ બાંભણીયા , મુકેશભાઇ શાહ , નારણભાઇ બાંભણીયા , લલીતભાઇ દેશાવલ, બાબુભાઇ બાંભણીયા , મહેશભાઇ સતીકુંવર, ચનુભાઇ બાંભણીયા, જયેશભાઇ પોપટ, રાકેશભાઇ બાંભણીયા, રામભાઇ દમણીયા, લખમણભાઇ બાંભણીયા, સહિતના અનેક આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

સોરઠમાં વરસાદ ખેંચાતા વિવિધ સંપ્રદાય ધર્મ ધ્વજા મેઘરાજાને મનાવવા પ્રાર્થના દુઆઓ કરે છે.  તેમ મુસ્લીમ સમાજનો પવિત્ર ધાર્મિક દિવસ જુમ્મા (શુક્રવારે) બપોરની મોટી નમાજ પઢી બપોર બાદ ઉના શહેરના તમામ મુસ્લીમ ભાઇઓ કામ ધંધા બંધ રાખીને બપોરના મુસ્લીમ સમાજના આગેવાનો ઈકબાલભાઇ, મુસુફભાઇ તવક્કલ, વિગેરે આગેવાનોએ મોટાપીરસાહેબની દરગાહ માણેક ચોક , ઈઝરતશાહબાબાની દરગાહ ત્થા વિવિધ  દરગાહો એ જઇ ત્યા કુરાનની આયાતો પઢતા પઢતા પદયાત્રા કરી હતી. અલ્લાહને પ્રાર્થના કરી ભરપૂર વરસાદ વરસાવી મહેર કરવા  યજ્ઞ તથા દરગાહમાં ચાદર ચઢાવીને પ્રાર્થના કરી હતી.

(12:43 pm IST)